Get The App

વડદલા ગામે તબેલામાં છુપાવી રાખેલો દારૃ, બીયર ઝડપાયો

પોલીસને જોઇ તબેલાનો માલિક ફરાર થઇ ગયો

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
વડદલા ગામે તબેલામાં છુપાવી રાખેલો દારૃ, બીયર ઝડપાયો 1 - image

વડોદરા, તા.11 વડોદરા નજીક વડદલા ગામમાં એક તબેલામાં દારૃનો જથ્થો રાખી ધંધો કરતો શખ્સ પોલીસને જોઇ ભાગી ગયો હતો જ્યારે તબેલામાંથી દારૃ અને બીયરનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે વડદલા ગામમાં ખંભારીયા વગામાં તલાવડી પાસે રહેતો અજય ઉર્ફે ભુરીયો જશવંતસિંહ પઢિયાર પોતાના તબેલામાં દારૃનો જથ્થો રાખી તેનું છૂટક વેચાણ કરે છે તેવી બાતમીના આધારે વરણામા પોલીસે દરોડો પાડતાં પોલીસને જોઇને અજય ઉર્ફે ભુરીયો ફરાર થઇ ગયો હતો.

પોલીસે બાદમાં તબેલામાં તપાસ કરતાં એક ખુણામાં છૂપાવી રાખેલ ૩૦૯ નંગ દારૃની બોટલો અને બીયરના ટીન મળ્યા હતાં. આ જથ્થો પોલીસે કબજે કરી ગુનો નોંધી ફરાર અજય ઉર્ફે ભુરીયાની શોધખોળ હાથ ધરી છે.




Google NewsGoogle News