બાકરોલમાં ઘરમાં તેમજ તળાવ પાસે પાણીના હવાડામાં સંતાડેલ દારૃનો જથ્થો મળ્યો
બૂટલેગર ફરાર થઇ ગયો ઃ દારૃ-બીયરના ૬૪૮ નંગ ટીન, બોટલો કબજે કરાઇ
વડોદરા, તા.12 વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામની સીમમાં એક ઘર તેમજ તળાવ પાસે પાણીના હવાડામાં સંતાડી રાખેલી દારૃ અને બીયરની બોટલો તેમજ ટીનનો મોટો જથ્થો મળ્યો હતો. બૂટલેગર નહી મળતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે બાકરોલ ગામે નવીનગરીમાં રહેતો સાગર બિપીન ભાલીયા નવરાત્રિના ઉત્સવમાં દારૃ અને બીયરનો મોટો જથ્થો લાવીને તેના ઘરમાં તેમજ ગામના તળાવ પાસે પાણીની ટાંકીની બાજુમાં પાણીના હવાડામાં સંતાડયો છે તેવી બાતમી વાઘોડિયા પોલીસને મળતાં પોલીસે ગઇરાત્રે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.
તેના ઘરમાં તપાસ કરતાં એક રૃમમાં પેટી પલંગની નજીક બીયરની પેટીઓ મળી હતી જ્યારે ઘરમાં કોઇ મળ્યું ન હતું. પોલીસે તળાવ પાસેના પાણીના હવાડામાં તપાસ કરતાં દારૃ અને બીયરનો જથ્થો મળ્યો હતો. કુલ રૃા.૩.૬૮ લાખનો મુદ્દામાલની ૬૪૮ નંગ દારૃ અને બીયરની બોટલો તેમજ ટીન કબજે કરી ફરાર બિપીન ભાલીયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.