કેલનપુર પાસે કારમાં દારૃ ઝડપાયો ઃ ચાલક ભાગી ગયો

કારમાં છુપાવેલા દારૃના જથ્થા સહિત રૃા.૩.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
કેલનપુર પાસે કારમાં દારૃ ઝડપાયો ઃ ચાલક ભાગી ગયો 1 - image

વડોદરા, તા.28 ડભોઇ-વડોદરા સ્ટેટ હાઇવે પર આજે સવારે પોલીસને જોઇને ભાગેલી વડોદરા પાસિંગની એક કારમાંથી દારૃનો જથ્થો મળ્યો હતો જ્યારે કાર મૂકીને ચાલક ફરાર થઇ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે કેલનપુર ચેકપોસ્ટ પાસે આજે સવારે વરણામા પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલતી હતી ત્યારે ડભોઇ તરફથી આવતી સફેદ રંગની એક કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કારને રોકી ન હતી અને ભગાવી હતી જેથી પોલીસે તેનો પીછો કરતાં થોડે દૂર જઇને ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો.

પોલીસે કારમાં તપાસ કરતાં ડિકિ તેમજ પાછળની સીટમાં છુપાવી રાખેલ દારૃની ૧૩૨ બોટલો મળી હતી. પોલીસે દારૃનો જથ્થો અને કાર મળી કુલ રૃા.૩.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરી કારના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.




Google NewsGoogle News