હેતમપુરા પાસે દારૃ ભરેલી ગાડી ઝડપાઇ ઃ ચાલક ફરાર

પોલીસે પીછો કરતા ગાડી મૂકીને ચાલક ભાગી ગયો ઃ રૃા.૩.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
હેતમપુરા પાસે દારૃ ભરેલી ગાડી ઝડપાઇ ઃ ચાલક ફરાર 1 - image

વડોદરા, તા.9 ડભોઇ-વડોદરા સ્ટેટ હાઇવે પર એક કારનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો જ્યારે કાર મૂકીને ફરાર થઇ ગયેલા ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે ડભોઇ તરફથી સફેદ રંગની એક ડસ્ટર કાર દારૃ ભરીને વડોદરા તરફ જઇ રહી છે તેવી બાતમીના આધારે વરણામા પોલીસે હેતમપુરા ગામ પાસે સ્ટેટ હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં ચાલકે કાર રોકવાના બદલે ભગાવી હતી જેથી પોલીસે તેનો પીછો કરતાં આગળ જઇને કાર મૂકીને ચાલક ફરાર થઇ ગયો  હતો.

પોલીસે કારમાં તપાસ કરતાં દારૃની ૩૨૪ બોટલો મળી હતી. પોલીસે કુલ રૃા.૩.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કરી કારના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News