બેરલમાં રાખેલા લાકડાના વહેરમાં છુપાવેલ દારૃ, બીયરનો જથ્થો મળ્યો

દારૃ-બીયરની ૨૦૮૦ બોટલો અને ટીન કબજે કરાયા ઃ વિપુલ ચાવડા સહિત બે શખ્સો ફરાર

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
બેરલમાં રાખેલા લાકડાના વહેરમાં છુપાવેલ દારૃ, બીયરનો જથ્થો મળ્યો 1 - image

વડોદરા, તા.24 વડોદરા નજીક ખટંબા ગામે એક ખંડેર ઓરડીમાં રાખેલા બેરલોમાં લાકડાના વહેરની અંદર છુપાવીને રાખેલ દારૃ અને બીયરનો મોટો જથ્થો ઝડપાતા પોલીસે કબજે કરી નામચીન બૂટલેગર વિપુલ ચાવડા સહિત બે શખ્સોને ફરાર જાહેર કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે જિલ્લા પોલીસને માહિતી મળી હતી કે શંકરપુરા ગામમાં રહેતો વિપુલ જશવંતસિંહ ચાવડા તેમજ ખટંબામાં રહેતો કનુ ભાઇલાલ ઠાકરડા બંને દારૃનો જથ્થો લાવીને કનુ ઠાકરડાની ખંડેર આવાસની ઓરડીમાં છુપાવ્યો છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતાં કશું મળ્યું ન હતું પરંતુ ઓરડીમાં મૂકેલા લોખંડના સાત બેરલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

બેરલોમાં લાકડાનો વહેર જણાયો હતો અને આ વ્હેરમાં તપાસ કરતાં વિવિધ બ્રાંડની દારૃની  બોટલો તેમજ બીયરના ટીન જણાયા હતાં. પોલીસે કુલ રૃા.૨.૦૨ લાખ કિંમતની ૨૦૮૦ નંગ બોટલ તેમજ ટીન કબજે કર્યા હતાં. સ્થળ પર વિપુલ ચાવડા અને કનુ ઠાકરડા બંને નહી મળતાં પોલીસે બંનેને ફરાર જાહેર કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.




Google NewsGoogle News