વિધર્મી બળાત્કારીને આજીવન તથા તેના મિત્રને ૨૦ વર્ષની કેદની સજા

તમારી છોકરીને મારી સાથે સંબંધ નહીં રાખવા દો તો હું તમને જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News

 વિધર્મી બળાત્કારીને આજીવન તથા તેના મિત્રને ૨૦ વર્ષની કેદની સજા 1 - imageવડોદરા,૧૬ વર્ષની કિશોરીને ધમકાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર વિધર્મીને  તથા આ ગુનામાં મદદગારી કરનાર વિધર્મીના મિત્રની સામેનો કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. અદાલતે વિધર્મીને આજીવન કેદ તથા તેના મિત્રને ૨૦ વર્ષની સજા કરી છે.

વારસિયા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી ધો.૧૦માં નાપાસ થયા પછી ઘરે જ રહેતી હતી. ગત તા.૧૨ - ૦૬ - ૨૦૨૦ ના રોજ સોસાયટીમાં પાણી આવતું નહીં હોવાથી  નજીકમાં રહેતી મહિલાના ઘરે પાણી ભરવા  ગઇ હતી. તે સમયે એક યુવક તેની પાસે આવીને વાતચીત કરતો હતો. કિશોરીના  પિતા તે જોઇ જતા તેમણે ત્યાં જઇને યુવકને કહ્યું કે, તું અહીંયા કેમ આવ્યો છે ? મારી દીકરી સાથે કેમ વાતચીત કરે છે ? ત્યારે યુવકે કિશોરીના પિતા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પિતાએ દીકરીને વિશ્વાસમાં લઇને પૂછતા તેણે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા હું, અંકિત, ફારૃક તથા અન્ય  સાથે રમતા હતા. ફારૃકે મને પ્રેમ સંબંધ બાંધવા માટે ગાર્ડનમાં બોલાવતા હું ગઇ હતી. એક વર્ષ પહેલા અંકિતનો પરિવાર વતનમાં ગયો હતો અને અંકિત ઘરે એકલો  હતો. ત્યારે ફારૃક પઠાણે મને તેના ઘરે મળવા બોલાવતા હું ગઇ હતી. ઘરમાં કોઇ ના આવે તેનું ધ્યાન રાખીને અંકિત બહાર બેઠો હતો.ફારૃક પઠાણે મને તથા આપણા  પરિવારને  જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરી કરી હતી. ત્યારબાદ પણ ફારૃક અવાર - નવાર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. કિશનવાડી જૂના પોલીસ સ્ટેશન પાસેના ખંડેર જેવા મકાનોમાં તે મને લઇ ગયો હતો. ત્યાં છ થી સાત વખત તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ફારૃકની હિંમત એટલી વધી ગઇ હતી કે, તે એક દિવસ કિશોરીના ઘરે જતો રહ્યો હતો અને કિશોરીના પરિવારને ધમકી આપી હતી કે, જો તમે તમારી છોકરીને મારી સાથે સંબંધ નહીં રાખવા દો તો હું તમને જાનથી મારી નાંખીશ. આ કેસ સ્પેશ્યલ જજ એમ.ડી.પાંડેય સમક્ષ ચાલી ગયો હતો. સરકારી વકીલ પરેશ પટેલની રજૂઆતો તેમજ પુરાવાને ધ્યાને લઇ અદાલતે આરોપી ફારૃક ઉર્ફે ફારૃખ શકીલભાઇ પઠાણ ( રહે. નવાયાર્ડ, મૂળ રહે.યુ.પી.) ને આજીવન કેદ તથા તેને મદદગારી કરનાર અંકિત સુરેન્દ્રભાઇ મિશ્રા ( રહે.  પૂંજા  પાર્ક સોસાયટી, હરણી વારસિયા રીંગ રોડ, મૂળ રહે.યુ.પી.) ને ૨૦ વર્ષની કેદ કરી છે. 


આરોપીએ બેગ ફેંકીને કહ્યું કે, પૈસા લઇ લો અને મારા લગ્ન તમારી દીકરી સાથે કરાવી દો

વડોદરા,ભોગ બનનાર કિશોરીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, આરોપીએ મારા ફોટા ફેસબૂક પર મૂકી દેવાની ધમકી આપી હોવાથી હું ડરી ગિ હતી અને તેને ગાર્ડનમાં મળવા ગઇ હતી. મારા સાથે થયેલા રેપ  અંગે મેં મારા માતા - પિતાને વાત કરતા મારા પિતા બે દિવસ સુધી નોકરી ગયા નહતા. અમે ફરિયાદ કરીને ઘરે આવ્યા ત્યારે આરોપી અમારા ઘરમાં આવ્યો હતો. તેણે એક બેગ ફેંકી કહ્યું હતું કે, આ પૈસા લઇ લો અને મારા લગ્ન તમારી દીકરી સાથે કરાવી દો. તેણે મારા પિતાની ફેંટ પકડીને એવી ધમકી આપી હતી કે, તમારા ઘરના બધાને મારી નાંખીશ. તમારી દીકરીને ઉપાડી જઇશ. મારા પિતાએ પોલીસને કોલ કરતા પોલીસ આવીને તેને પકડી  ગઇ હતી.


પોક્સો એક્ટનો ઉદ્દેશ્ય બાળકોને રક્ષણ આપવાનો છે :  કોર્ટ

વડોદરા,કોર્ટે એવું  નોંધ્યું હતું કે, પોક્સો એક્ટનો ઉદ્દેશ્ય બાળકોને રક્ષણ આપવાનો છે.  ભોગ બનનારની ઉંમર ૧૬ વર્ષ કરતા ઓછી થતી હોય તેવા સંજોગોમાં સંમતિ અને પ્રેમ સંબંધનું કોઇ મહત્વ રહેતું નથી. આવા કેસોમાં હિંમત ભેગી કરીને ભોગ બનનાર કોર્ટ સમક્ષ ન્યાય માટે આવી હોય, તેવા સંજોગોમાં તેણીની ઉંમર, પરિવારની આર્થિક સ્થિતિ,શૈક્ષણીક લાયકાત તેમજ બૌદ્ધિક ક્ષમતા, સમાજમાં બદનામી વગેરે તમામ પરિબળોને ધ્યાને લેવાના હોય છે.હાલના કેસમાં એ સ્પષ્ટ છે કે, આરોપી કિશોરીને ધમકાવી, ફોસલાવી જબરજસ્તી કરતો હતો.  આરોપીના ઝઘડાનો ઝનૂની પ્રભાવ એ હદ સુધી રહેલો છે કે, ભોગ બનનારના પિતાની ફેંટ પકડી લીધી હતી.


Google NewsGoogle News