વકીલો માટે સમયાંતરે લીગલ સેમિનાર યોજાશે
બરોડા બાર એસોસિએશનની મળેલી પહેલી મીટિંગ
વડોદરા,વડોદરાના વકીલો માટે ઇ લાયબ્રેરી તથા ઇ ડીરેક્ટરી તેમજ લીગલ સેમિનાર સહિતના કાર્યક્રમોના આયોજન માટે વકીલ મંડળની પ્રથમ બેઠકમાં ચર્ચા થઇ હતી.
બરોડા બાર એસોસિએશનની આજે પ્રથમ સભા મળી હતી. વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં નવા નિમાયેલા કારોબારી સભ્યે જણાવ્યું હતું કે, ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં પાર્કિંગની સાથે - સાથે શેડ બનાવવાની કામગીરીનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. અન્ય એક કારોબારી સભ્યે જણાવ્યું હતું કે, તમામ વકીલો માટે ડિઝિટલાઇઝેશન સિસ્ટમ પ્રસ્થાપિત કરવી તેમજ ફ્રી વાઇફાઇ ઝોન સ્થાપિત કરવા જેવી પ્રવૃત્તિને વેગ આપવામાં આવશે. જુનિયર વકીલો માટે ઇ લાયબ્રેરીની સ્થાપના, લીગલ સેમિનારનું આયોજન કરી સમગ્ર દેશમાં વડોદરા વકીલ મંડળની આગવી ઓળખ ઉભી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.