વડોદરાઃબિચ્છુ ગેંગનાે લીડર અસલમ નંદુરબારથી ફરાર,સાગરીતો ભૂગર્ભમાં
વડોદરા,તા.27 જાન્યુઆરી,2021,બુધવાર
વડોદરામાં ભારે ઉપદ્રવ મચાવનાર બિચ્છુ ગેંગના સાગરીતો ભૂગર્ભમાં ઉતરી જતાં તેમને શોધવા પોલીસે છાપા મારવાનું ચાલુ રાખ્યું છે.
વડોદરામાં ધાક ધમકી,અપહરણ,ખંડણી અને હુમલા કરી ભારે ધાક જમાવનાર બિચ્છુ ગેંગ સામે પહેલીવાર ગુજસીટોકનો ગુનો નોંધી પોલીસે અસલમ બોડીયાના ૧૫ સાગરીતોને ઝડપી પાડયા હતા.
ગેંગનો લીડર અસલમ બોડીયો તેમજ મુન્ના તડબૂચ સહિતના ૧૧ જેટલા સાગરીતોને શોધવા માટે પોલીસે ત્રણ રાજ્યોમાં છાપા માર્યા છે પરંતુ તમામ સાગરીતો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
અસલમ બોડીયાને શોધવા મહારાષ્ટ્ર અને રાજસ્થાન ગયેલી ટીમને હજી કોઇ સગડ મળ્યા નથી.મહારાષ્ટ્રમાં અસલમ બોડીયાનું લોકેશન નંદુરબાર સુધી આવ્યા બાદ એકાએક બંધ થઇ જતાં પોલીસની ટીમ તેને શોધવા માટે અંધારા ઉલેચી રહી છે.આજ રીતે મુન્ના તડબૂચનો પણ પોલીસને કોઇ પત્તો લાગ્યો નથી.