ચૂંટણીની ફરજથી છટકવા આળસુ કર્મચારીઓની શરૃ થયેલી બહાનાબાજી
પ્રથમ તબક્કાની તાલીમ દરમિયાન સફળ નહી થયેલા આવા કર્મચારીઓએ હવે અધિકારીઓ દ્વારા ભલામણો શરૃ કરાવી
, તા.7 લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ચૂંટણીની કામગીરીમાંથી કેમ છટકવું તેવા બહાના શોધવામાં સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ લાગી ગયા છે. ચૂંટણીશાખા દ્વારા ઓર્ડર તૈયાર થતાંની સાથે જ ચૂંટણીની કામગીરીથી દૂર રહેવા માટે ભલામણોનો દોર શરૃ થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા પટાવાળાથી માંડી ડ્રાયવર તેમજ અધિકારી વર્ગના તમામને ચૂંટણીની કોઈને કોઈ કામગીરી સોંપવામાં આવે છે. ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા તમામને ફરજ પેટે ભથ્થુ મળતું હોવા છતાં ચૂંટણીની આ કામગીરી દરેક અધિકારીઓ અને કર્મચારીઓને આકરી લાગે છે. ચૂંટણીની કામગીરીથી છટકવા માટે અનેક પ્રમાણપત્રો તેમજ વિવિધ તર્કો સાથે અધિકારીઓ અને કર્મચારીઓએ ભલામણો કરાવવાની શરૃે કરી દીધી છે.
સામાન્ય સંજોગોમાં સ્થાનિક ચૂંટણી અધિકારી તરફથી ચૂંટણીથી દૂર રહેવા માંગતા કર્મચારીઓની રજૂઆતો નકારી કાઢવામાં આવે છે જેથી ઉચ્ચ સ્તરેથી ભલામણો કરાવવામાં આવી રહી છે. પોલિંગ સ્ટાફ સાથે જોડાયેલા કર્મચારીઓ તેમજ સુરક્ષા સંભાળતા આશરે ૨૮ હજાર જેટલા કર્મચારીઓ ચૂંટણીની ફરજમાં તૈનાત રાખવા માટેની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.
ચૂંટણી કામગીરી માટે શિક્ષકો ઉપરાંત બેંકો, ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓને પણ ે જુદી જુદી કામગીરી સોંપાય છે. ે ચૂંટણીપંચની કડક સૂચનાઓના કારણે આ વખતે ચૂંટણી કામગીરીમાંથી યોગ્ય કારણ વગર કોઇપણ કર્મચારી છટકી નહી શકે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે કોઇ મહિલા પોતે સગર્ભા હોય અથવા કોઇ કર્મચારીની મેડિકલ સહિતનું કારણ જો સ્વીકારવા લાયક હોય તો તેવા કર્મચારીઓને રાહત આપવામાં આવે છે.