Get The App

વડોદરામાં પાઇપલાઇન ગેસના વર્ષો જુના નેટવર્ક સાથે સંકળાયેલા વિસ્તારોમાં નવી લાઈન અને કનેક્શન નાખવાની કામગીરી

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
વડોદરામાં પાઇપલાઇન ગેસના વર્ષો જુના નેટવર્ક સાથે સંકળાયેલા વિસ્તારોમાં નવી લાઈન અને કનેક્શન નાખવાની કામગીરી 1 - image


Gas Pipeline Vadodara : વડોદરા શહેરમાં પાઇપલાઇન ગેસના વર્ષો જુના નેટવર્ક સાથે સંકળાયેલા વિસ્તારોમાં નવી ગેસ લાઇન નાખીને નવા કનેક્શન આપવાની કામગીરી હાલ ચાલી રહી છે. નવી લાઈન નાખતા ગેસ પ્રેસરના પ્રશ્નો હલ થશે. હાલ શહેરમાં ફતેપુરા, વારસિયા, નવાપુરા નાગરવાડા, ગોરવા નિઝામપુરા વગેરે વિસ્તારમાં જુના નેટવર્કના કનેક્શન બદલીને નવાની કામગીરી ચાલી રહી છે. માર્કેટ ચાર રસ્તાથી નાગરવાડા સુધી પણ મેનલાઇન બદલવાનું કામ ચાલુ કર્યું છે, એ જ પ્રમાણે સેન્ટ્રલ જેલથી દાંડિયા બજાર સુધીના વિસ્તારમાં પણ નવી લાઈન નાખવામાં આવશે. નાગરવાડા થી માર્કેટ ચાર રસ્તા અને દાંડિયા બજાર થી સેન્ટ્રલ જેલ સુધી આવતા તમામ વિસ્તારમાં જે જુના કનેક્શન છે ત્યાં નવા નાખવાનું કામ હાથ ધરવામાં આવશે. આના કારણે આશરે 20,000 કનેક્સનને ફાયદો થશે. અત્યાર સુધીમાં 9000 જેટલા કનેક્શન નવા નાખી દેવામાં આવ્યા છે.

વડોદરા કોર્પોરેશન અને ગેઈલના સંયુક્ત સાહસની બનેલી વડોદરા ગેસ કંપનીના શહેરમાં હાલ 2.40 લાખ ડોમેસ્ટિક ગેસ કનેક્શન છે. અને 40 સીએનજી સ્ટેશન છે. કંપની દ્વારા હાલ જૂની લાઈનો બદલીને નવું નાખવાનું કામ હાથ પર લીધું છે. હજુ થોડા મહિના પહેલા જ છાણી વિસ્તારમાં 2.86 કરોડના ખર્ચે પાઇપ ગેસની લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને લીધે છાણીમાં આશરે 3000 ગેસ કનેક્શન આપી શકાશે. 23 કિલોમીટર ના નેટવર્કની કામગીરી છાણી વિસ્તારમાં થવાની છે. શહેર વિસ્તારમાં 9.50 કરોડના ખર્ચે જુની ગેસ લાઇન બદલવાની કામગીરીનું અગાઉ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. એ પછી હાલ આ કાર્ય હાથ ધરાયું છે. આ કામગીરીને લીધે આશરે 73 કિલોમીટરનું પાઇપલાઇનનું નવું નેટવર્ક આકાર લેવાનું છે.


Google NewsGoogle News