વાઘોડિયા રોડ પર વકીલની કારનો કાચ તોડી લેપટોપની ચોરી

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરની શોધખોળ હાથ ધરી

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડ  પર વકીલની કારનો કાચ તોડી લેપટોપની ચોરી 1 - image

 વડોદરાવાઘોડિયા રોડ  વિસ્તારમાં કાર પાર્ક કરીને ચશ્મા લેવા ગયેલા એડવોકેટની કારનો કાચ તોડીને ચોર લેપટોપ લઇને ફરાર થઇ  ગયો હતો. જે અંગે પાણીગેટ  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

શહેરના  વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ઉપર વૈકુંઠ કોમ્પ્લેક્સમાં રહેતા વકીલ દિપક સુરેશચંદ્ર ભગત ગત તા. ૩૧ જુલાઈના રોજ  સવારે સવા અગિયાર વાગ્યે ઘરેથી કાર લઈને ઉમા ચાર રસ્તા ખાતે ગયા હતા. ત્યાં  કાર પાર્ક કરીને તેઓ નજીકમાં   શો રૃમમા ચશ્મા લેવા ગયા હતા. તે દરમિયાન ડ્રાઇવરની સાઈડનો કાચ તોડી કારમાં મૂકેલું લેપટોપ ચોર લઇ ગયો હતો. ચશ્મા લઈને વકીલ બહાર આવ્યા ત્યારે કારનો કાચ તૂટેલો હતો અને કારમાંથી લેપટોપ ગાયબ હતું. જે - તે સમયે તેઓ કામમાં વ્યસ્ત હોય ફરિયાદ આપી નહતી. પાણીગેટ  પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News