Get The App

વડોદરા કોર્પોરેશનમાં વ્યવસાય વેરો ભરી દેવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનમાં વ્યવસાય વેરો ભરી દેવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 1 - image


- જે લોકો વ્યવસાય વેરો નહીં ભરે તેની પાસેથી 18 ટકા વ્યાજ અને પેનલ્ટી વસૂલ કરાશે

વડોદરા,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2023-24માં વ્યવસાય વેરાની આવકનો લક્ષ્યાંક આશરે 59.25 કરોડ રાખ્યો છે. કોર્પોરેશન દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં કોર્પોરેશનની હદમાં વ્યવસાય કરતાં વ્યવસાયકોને વ્યવસાય વેરો ભરી દેવા સૂચના આપી છે. આ મુદત પૂરી થવા આડે ચાર દિવસ બાકી છે. તારીખ 30 સુધીમાં કોર્પોરેશનની વોર્ડ કચેરીમાં સવારે 9:30 થી બપોરે 3 વાગ્યા સુધીમાં વેરો ભરી શકાશે. કોર્પોરેશનમાં પીઆરસી એટલે કે રજીસ્ટ્રેશનવાળા અને પીઈસી એટલે કે એમ્પ્લોયરના અંદાજે 80,000 ખાતા છે. હવે જે લોકોનો વ્યવસાય વેરો નહીં ભરાયો હોય તેની પાસેથી વેરાના નાણા 18% વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલ કરવા મહેસુલી રાહે પગલાં લેવા કોર્પોરેશન કાર્યવાહી કરશે. કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે  જેને આ વેરો ભરવાનો થતો હોય પરંતુ હજી સુધી રજીસ્ટ્રેશન કરાવેલું ન હોય અને વેરો પણ ભરેલો ન હોય તેવા કરદાતાઓને વેરો ભરી દેવા માટે કોર્પોરેશનની સંબંધીત વહીવટી વર્ડ કચેરીમાંથી ફોર્મ મેળવી જરૂરી પુરાવા સાથે વેરો ભરી દેવો જોઈએ. આમ છતાં જો વેરો ભરવામાં નહીં આવે તો કોર્પોરેશન નોટિસોની બજવણી શરૂ કરશે તેમ જાણવા મળ્યું છે.


Google NewsGoogle News