સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે લેસર શોના સમય રાત્રિના ૭.૩૦નો કરાયો
અગાઉ રાત્રે ૮ વાગે લેસર શો શરુ થતો હતો
વડોદરા: સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે આવેલ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ એવા લેસર શો (પ્રોજેક્શ મેપિંગ શો)ના સમયમાં ફેરફાર કરીને રાત્રિના ૭.૩૦નો કરાયો છે.
અત્યારસુધી સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે લેસર શો રાત્રિના ૮ કલાકે શરુ થતો હતો પરંતુ તેમાં ફેરફાર કરીને ૭.૩૦ કરાયો છે. ઉલ્લેખનીય છે કે અહીં આવેલી લેસર શો માટેની લાઈન અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. જે રાત્રે સંપૂર્ણ અંધારુ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.