ઉબડખાબડ રસ્તાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા લારી યાત્રા
વડોદરા, તા. 11 જુલાઈ 2020, શનિવાર
વડોદરા શહેરના વોર્ડ નંબર ચાર ના સર્જનમ રેસીડેન્સી થી ભાથુજીનગર સુધીના મુખ્ય રસ્તો ઉબડખાબડ હોવાના વિરોધ કરવા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ મારી યાત્રા યોજીને અનોખી રીતે વિરોધ કર્યો હતો.
વડોદરા શહેરના વોર્ડ નંબર 4 ના વિસ્તારમાં આવેલી સર્જન રેસીડેન્સી થી ભાથુજીનગર સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી બનાવવામાં આવ્યો નથી આમ આદમી પાર્ટી દ્વારા અને ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા કેટલાક સમયથી રસ્તો બનાવવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી છતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો.
સર્જન રેસીડેન્સી થી ભાથુજીનગર વિસ્તારના ઉબડખાબડ રસ્તા નો આજે આમ આદમી પાર્ટીના યોગેન્દ્ર પરમારની આગેવાનીમાં કાર્યકર્તાઓએ લારી યાત્રા કાઢીને કોર્પોરેશનના તંત્રે જગાડવાનો પ્રયાસ કર્યો હતો તેઓ આક્ષેપ કર્યો હતો કે વડોદરા શહેરનો આ વિસ્તાર વિકાસ પામી રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી જેને કારણે હવે તંત્રને જગાડવા માટે લારી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.