વડોદરા જિ.પંચાયતની પ્રાથમિક સ્કૂલોમાં સૌથી મોટા અને જૂના કિચન ગાર્ડન પ્રોજેક્ટનું પૂરમાં ધાેવાણ

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
વડોદરા જિ.પંચાયતની પ્રાથમિક સ્કૂલોમાં સૌથી મોટા અને જૂના કિચન ગાર્ડન પ્રોજેક્ટનું પૂરમાં ધાેવાણ 1 - image

વડોદરા વડોદરા જિલ્લા પંચાયતની પ્રાથમિક સ્કૂલોમાં સૌથી મોટો અને જૂનો કિચન ગાર્ડન પ્રોજેક્ટ ધરાવતી સ્કૂલમાં ઢાઢર નદીના પાણી ફરી વળતાં પ્રોજેક્ટનું ધોવાણ થઇ ગયું છે.

ડભોઇના વાયદપુરા ખાતે આવેલી પ્રાથમિક સ્કૂલની વિશાળ જગ્યામાં ૨૩ વર્ષ પહેલાં ગામડાંઓના બાળકોને શિક્ષણની સાથે પોષણ મળી રહે તે માટે તત્કાલિન આચાર્ય નરેન્દ્રભાઇ ચૌહાણ દ્વારા કિચન ગાર્ડન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટના મુખ્યમંત્રી અને સ્કૂલોમાં ચાલતી  ભોજન યોજનાના અધિકારીઓ દ્વારા પણ નોંધ લેવાઇ હતી.ત્રણ દિવસ પહેલાં ભારે વરસાદને કારણે ઢાઢર નદીમાં પૂર આવતાં ઉપરોક્ત સ્કૂલ પાણીમાં ગરકાવ થઇ હતી અને કિચન ગાર્ડન પ્રોજેક્ટ ધોવાઇ ગયો છે.જેથી હવે નિવૃત્ત આચાર્ય દ્વારા ફરીથી કામગીરી કરવામાં આવનાર છે.


Google NewsGoogle News