Get The App

મકરપુરા જાંબુવા હાઇવે પાસે હોટલ પર ઉભી રહેલી બસમાંથી લેપટોપની ચોરી

મુસાફર ચા નાસ્તો કરીને પરત સીટ પર આવ્યા ત્યારે બેગ ગૂમ હતી

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
મકરપુરા જાંબુવા હાઇવે પાસે   હોટલ પર ઉભી રહેલી બસમાંથી લેપટોપની ચોરી 1 - image

વડોદરા,મકરપુરા બાયપાસ જાંબુવા પાસે ચ્હા નાસ્તા માટે ઉભી રહેલી બસમાંથી કોઇ ચોર લેપટોપની બેગ ચોરી ગયો હતો. જે અંગે મકરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

 સેલવાસ યોગી હિલ્સમાં રહેતા સરર્થ બાબુભાઇ દુગના સુધીર પાવર લિ. કંપનીમાં છેલ્લા ૧૨ વર્ષથી સિનિયર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા. ૨૦ મી એ હું કંપનીના કામ માટે સેલવાસમાં ભરત ટ્રાવેલ્સમાં દીવથી કંપનીના કામ માટે જતો હતો. મારી પાસેની બેગ મેં મારી સીટના પગની સાઇડ પર રાખી હતી. રાતે સાડા દશ વાગ્યે બસ મકરપુરા જાંબુવા નજીક સાંઇ સીતારામ હોટલ ખાતે ચ્હા, પાણી અને નાસ્તા માટે ઉભી હતી. હું મારો સામાન સીટી પર મૂકીને નીચે ઉતર્યો હતો. હું પરત મારી સીટ પર આવ્યો ત્યારે મારી બેગ ચોરાઇ ગઇ હતી. જે બેગમાં લેપટોપ, મલ્ટિ મીટર તથા એક જોડી કપડા હતા. ૨૨ હજારની ચોરી અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tuu


Google NewsGoogle News