ભાયલીની સ્ટાર રેસિડેન્સીના બિલ્ડરની માતાની અરજી મારા દીકરા પાસેથી જમીન માલિક અને તેના ભાગીદારે ૧૮ કરોડ વ્યાજ વસૂલ્યું છે

બંને ભાગીદારોએ ૪૨ ફ્લેટ બિલ્ડર જયેશ પટેલ પાસેથી લખાવી લીધા છે

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ભાયલીની સ્ટાર રેસિડેન્સીના બિલ્ડરની માતાની અરજી  મારા દીકરા  પાસેથી જમીન માલિક અને તેના ભાગીદારે ૧૮ કરોડ વ્યાજ વસૂલ્યું છે 1 - image

વડોદરા, ભાયલીની  સ્ટાર રેસિડેન્સીની સ્કીમમાં ગ્રાહકો સાથે છેતરપિંંડી કરવામાં આવી હોવાની સંખ્યાબંધ ફરિયાદો બિલ્ડર સામે નોંધાઇ હતી. તે કેસમાં તેમની પુત્ર પાસેથી જમીન માલિક અને   બિલ્ડર દ્વારા કરોડો રૃપિયા વ્યાજ પેટે વસુલવામાં આવ્યા હોવાની અરજી બિલ્ડર જયેશ પટેલની માતાએ  ગોત્રી પોલીસને આપી છે.

બિલ્ડર જયેશ પટેલની માતાએ આજે ગોત્રી પોલીસ સ્ટેશન જઇ પોલીસ તપાસ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મારા દીકરાએ રાકેશ કાંતિભાઇ  પટેલ ( રહે. મધુવન સોસાયટી, ભાયલી)  પાસેથી જમીન ડેવલપ કરવા માટે વેચાણથી રાખી હતી. અને રાકેશના ભાગીદાર  રશેષ જે. પરીખ (રહે.સ્પ્રિંગ એક્ઝોટિકા, ભાયલી) હતા. બંનેેએ ભેગા થઇને મારા દીકરા પાસેથી ૧૮ કરોડ ઉપરાંત  રૃપિયા વ્યાજ પેટે લીધા છે. જેના કારણે મારા દીકરાનો પ્રોજેક્ટ બંધ થઇ ગયો હતો.

મારા દીકરા પાસેથી તેઓએ વ્યાજનું વ્યાજ ચઢાવીને ૧૮.૦૨ કરોડ લઇ લીધા હતા. તેમજ દરેક ફ્લેટના દસ્તાવેજ પેટે ૬ લાખ લીધા છે. મારા દીકરાને ધમકાવીને રાકેશે  કુલ ૨૨ ફ્લેટ  લખાવી લીધા છે. તેમજ રશેષે ૨૦ ફ્લેટ લખાવી લીધા છે. ગોત્રી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

હરણી-વારસિયા રિંંગ રોડ પર રાજધાની સોસાયટીમાં રહેતા વેપારી ધર્મેશભાઈ ખાન ચંદાણીએ સત્યા ડેવલોપર્સની ભાયલી ખાતેની સ્ટાર રેસિડેન્સી નામની સ્કીમમાં વર્ષ-૨૦૧૨માં એક ફ્લેટ લીધો હતો.જે પેટે તેમણે ફ્લેટનો વેચાણ તેમજ બાંધકામ કરાર પણ કર્યો હતો.

આ ફલેટની નક્કી થયેલી રકમ મુજબ કુલ રૃ.૧૨.૩૬ લાખ ચૂકવ્યા હતા.પરંતુ, બિલ્ડર જયેશ નટવરભાઈ પટેલે ( હાલ  રહે.માતૃ મંદિર સોસાયટી, ગોત્રી, મૂળ રહે પાદરા) છેતરપિંડી કરી હતી. આ ગુનામાં પોલીસે જયેશ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.



જમીન માલિકની સવા વર્ષ પછી પણ ધરપકડ થઇ નથી

કેસની તપાસ કોની  પાસે છે, તે પણ પોલીસને ખબર નથી

વડોદરા,સ્ટાર રેસિડેન્સીના ભાગીદારો  રાકેશ કાન્તિલાલ પટેલ,જયેશ નટવરભાઇ પટેલ  સામે પણ વેપારીએ આક્ષેપ કર્યા હતા.પરંતુ પોલીસે માત્ર જયેશ પટેલ સામે ગુનો નોંધ્યો હતો. રાકેશ પટેલ સામે વર્ષ ૨૦૨૨ માં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જે કેસમાં હજી રાકેશ પટેલની ધરપકડ કરવામાં આવી નહી હોવાનું વકીલે જણાવ્યું છે. ગોત્રી પી.આઇ.કહે છે કે,  આ કેસની તપાસ ઇકો સેલ પાસે છે. જ્યારે ઇકો સેલના પી.આઇ. નું કહેવું છે કે, આવી કોઇ તપાસ મારી પાસે નથી.


કાવતરાની કલમ રદ્દ કરવા માટે કરેલો રિપોર્ટ પરત લેવો  પડયો 

વડોદરા, વધુમાં આજે પોલીસે મૂળ ફરિયાદમાંથી ત્રણ કલમ ૪૧૮, ૪૨૨ અને ૧૨૦ ( બી) ને કમી કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. જે સંદર્ભે વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે,  પોલીસે અન્ય આરોપીઓેને બચાવવા માટે આ  રિપોર્ટ કર્યો છે. છેવટે પોલીસે  આ રિપોર્ટ પરત ખેંચ્યો હતો. 


Google NewsGoogle News