અસલ જમીન માલિકની જગ્યાએ ત્રાહિત મહિલાને ઉભી કરી જમીનનો સોદો કરી દીધો
image : Freepik
Vadodara Land Scam : વડોદરાના અલ્કાપુરી બી.પી.સી. રોડ પર લક્ષ્મી કોલોનીમાં રહેતા બિલ્ડર રોહિત નવનીતલાલ સાહેબએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી જણાવી છે કે, વરણામાં ગામની સીમમાં આવેલી એક 173 ચોરસ મીટર જમીનના મૂળ માલિક મીરાબેન રમેશભાઈ પટેલ છે. તેઓ હાલ બેંગ્લોર રહે છે તેમની ગેરહાજરીનો લાભ ઉઠાવીને આરોપી (1) વિનુભાઈ છોટાભાઈ પરમાર (રહેવાસી મંગલદીપ સોસાયટી, મકરપુરા મૂળ રહેવાસી સાવલી) (2) વિમલ દિનેશચંદ્ર શાહ રહેવાસી રત્નરાજ એપાર્ટમેન્ટ, અડાજણ રોડ, સુરત) તથા (3) અર્જુન સોમાભાઈ ગોહિલ (રહેવાસી ગામ ડાભા, તાલુકો જંબુસર, જીલ્લો ભરૂચ) દ્વારા આરોપી (4) મીનાબેન જયંતિભાઈ મકવાણા (રહેવાસી ગામ લસુન્દ્રા, સાવલી)ને અસલ જમીન માલિક મીરાબેન રમેશભાઈ પટેલ બતાવીને મારી સાથે જમીનનું બનાખત કરી આપી દસ લાખના બે ચેક લઈ લીધા હતા. આ અંગેનો ભાંડો ફૂટતા બિલ્ડરે તમામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે આધારે પ્રાથમિક તપાસ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.