વડોદરામાં લાલજી જ્વેલર્સની દુકાને તસ્કરોએ નિશાન બનાવી: રૂ.1.55 લાખની ચોરી

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
વડોદરામાં લાલજી જ્વેલર્સની દુકાને તસ્કરોએ નિશાન બનાવી: રૂ.1.55 લાખની ચોરી 1 - image

image : freepik

વડોદરા,તા.9 ઓક્ટોબર 2023,સોમવાર

વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં દર્શનમ ઓએસિસમાં આવેલી બંધ સોનીની દુકાનમાં તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાં તસ્કરોએ દુકાનમાંથી 1.55 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. સોનીએ સીસીટીવી કેમેરાની ફૂટેજ પોતાના મોબાઈલમાં ચેક કરતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. દુકાનના માલિકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

શહેરના ખોડિયારનગર વિસ્તારમાં મુખિનગર પાસેની નથીબા નગર સોસાયટીમાં રહેતા શીલ્પમકુમાર ઠાકોરલાલ ભાવસાર દર્શનમ ઓએસીસ મુખીનગર ખોડીયારનગર ખાતે શોપ લાલજી જવેલર્સ નામની દુકાન ચલાવે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈ તા.13 સપ્ટેમ્બરના હું જવેલર્સની દુકાનને રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં લોક કરી મારા ઘરે જતો રહ્યો હતો અને ત્યારબાદ તા.18 સપ્ટેમ્બરના રોજના સવારના સાતેક વાગ્યાના અરસામાં અમારા મોબાઇલ ફોન પર અમારી દુકાનનાં સી.સી.ટી.વી ફુટેજ જોતા દુકાનમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી હું તાત્કાલીક મારી દુકાને જઈ તપાસ કરતા મારી દુકાનનાં શટરનાં નકુચા તુટેલા હતા અને દુકાન ખુલ્લી હતી. જેથી અમે અંદર પ્રવેશ કરી જોતા દુકાનનો સામાન વેર વીખેર હાલતમાં પ ડેલો હતો. દુકાનની અંદર કાઉંટર પર રાખેલ એક ચાંદીના અલગ અલગ દાગીના કીમત 85,750 સોનાના દાગીના 70,000 મળી કુલ રૂ.1,55,750ની મળી આવ્યા ન હતા. બાપોદ પોલીસ સોનીની ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોની શોધખોળના ચક્રોગતિમાન કર્યા છે.


Google NewsGoogle News