Get The App

વડોદરામાં ગયા મહિને રિ-સરફેસિંગ કરાયા બાદ ફરી લાલબાગ બ્રિજ પર ડામર પાથરવો પડ્યો

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ગયા મહિને રિ-સરફેસિંગ કરાયા બાદ ફરી લાલબાગ બ્રિજ પર ડામર પાથરવો પડ્યો 1 - image


Vadodara Corporation News : હજુ ગયા મહિને રૂ.સવા કરોડના ખર્ચે લાલબાગ બ્રિજ પર રિ-સરફેસિંગની કામગીરી કરવામાં આવી હતી. તેમ છતાં આજે લાલબાગ બ્રિજ પર પુન: એકવાર ડામર પાથરવાની તંત્રને ફરજ પડી છે. સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારી દ્વારા બનાવેલ લાલબાગ બ્રિજ સતત વિવાદમાં આવી રહ્યો છે. તાજેતરમાં જ સવા કરોડ ઉપરાંતના ખર્ચે બ્રિજના રોડનું  રિ-સરફેસિંગ કર્યા બાદ પ્રથમ વરસાદમાં જ રોડ પર ખાડા પડતા કામગીરીની પોલ ખુલ્લી પડી હતી.

સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. પરંતુ ચોમાસાના પ્રથમ વરસાદ બાદ અધિકારીઓએ કરેલી કામગીરીની પોલ ખુલી જતી હોય છે. હાલમાં જ રાજમહેલ રોડથી માંજલપુર જવા માટે ટ્રાફિકનું ભારણ રહેતું હોય તેને હળવું કરવા માટે વર્ષ 2012માં લાલબાગ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ બ્રિજ બન્યો ત્યારથી સતત વિવાદમાં રહ્યો છે. હાલમાં જ કોર્પોરેશનના બ્રિજ વિભાગ તરફથી લાલબાગ બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય હોય તેમાંથી વાહન ચાલકોને છુટકારો અપાવવા અંદાજિત સવા કરોડના ખર્ચે લાલબાગ બ્રિજ તબક્કાવાર બંધ કરી જૂનો રોડ ઉખેડી નવી કારપેટિંગ સહિત રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ પ્રથમ વરસાદમાં જ કેટલાક ભાગમાં ખાડાઓ પડ્યા હતા પરંતુ સ્માર્ટ અધિકારીઓએ પોલ ખૂલે નહીં તે માટે તાત્કાલિક ખાડાઓનું પૂર્ણ કર્યું હતું. બ્રીજ વિભાગના અધિકારીને કેટલા લાખ કે કરોડમાં ઈજારદારને કામગીરી સોંપી છે? તેની પણ પૂરતી માહિતીનો અભાવ હોય તેમ લાગી રહ્યું હતું. સાથે વર્ષો પછી રિ-સરફેસિંગ કર્યું હોય ખાડા પડવા શક્ય છે તેમ જણાવી ઇજારદારને તરખણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. આ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે તેમ જણવ્યું હતુ. કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ પર નવેસરથી ડામરના રોડની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ છે કે કેમ? તેવા સવાલો ઊભા થયા છે. જે બાબતે વિપક્ષના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વેધક સવાલો કર્યા હતા.


Google NewsGoogle News