લાલ ડાયરી ફેમ બૂટલેગર વિક્રમની પાસામાં અટકાયત
વાઘોડિયારોડના નામચીન શખ્સને ભૂજની જેલમાં મોકલી દેવાયો
વડોદરા,તા.21 વડોદરા શહેર તેમજ જિલ્લામાં મોટા જથ્થામાં દારૃનો સપ્લાય કરનાર નામચીન લાલ ડાયરી ફેમ બૂટલેગર વિક્રમ ચાવડાની પાસા હેઠળ અટકાયત કરીને તેને ભૂજની જેલમાં મોકલી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે ડભોઇ તાલુકાના ભિલોડીયા ગામનો મૂળ વતની પરંતુ હાલ ગજાનંદ ફ્લેટ વૈકુંઠ-૧ વાઘોડિયારોડ વડોદરા ખાતે રહેતો વિક્રમસિંહ નટવરસિંહ ચાવડા દારૃના કેસમાં ઝડપાયો હતો. તેની સામે અનેક દારૃના કેસો નોંધાયા છે. વડોદરા શહેર તેમજ જિલ્લામાં પણ પ્રોહિબિશન બૂટલેગર તરીકે પોલીસ ચોપડે નોંધાયો છે એટલું જ નહી પરંતુ લાલ ડાયરીના ચકચારભર્યા કેસમાં પણ તેની મુખ્ય સંડોવણી હતી.
ડભોઇ તાલુકાના ભિલોડીયા ગામના મૂળ રહીશનો દારૃ તેના વતનમાંથી પણ ઝડપાયો હતો જે અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. દરમિયાન તેેની સામે જિલ્લા પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટર કચેરીમાં મોકલી હતી. આ દરખાસ્ત મંજૂર થતાં જિલ્લા પોલીસે વિક્રમ ચાવડાની અટકાયત કરી પાલારા(ભૂજ) ખાતે મોકલી દીધો હતો.