વડોદરાના તુલસીવાડીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ: પાલિકા કચેરીએ સ્થાનિકોનો હલ્લા બોલ
Vadodara Corporation : વડોદરાના કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત ત્રાહિમામ સ્થાનિકોએ પાલિકા કચેરીએ હલ્લો બોલાવીને ભારે સૂત્રોચાર કર્યો હતો.
કારેલીબાગની તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતથી છેલ્લા કેટલાયે વખતથી પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી અને ગંદા પાણી આવતા પીવાની ફરજ પડે છે.પરિણામે પાણીજન્ય રોગચાળાની દહેશત છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્રની ઊંઘ ઊડતી નથી. અંતે હવે સાફ-સફાઈ અને ગંદા પાણી બાબતે પોતાના મંગળસૂત્ર વેચીને સાફ-સફાઈ કરાવવાની નોબત આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત જુદી જુદી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. પાલિકા તંત્રની સ્થાનિક વોર્ડ કચેરીએ વારંવાર રજૂઆતો કરી હતી. છતાં આજ દિન સુધી સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. જેથી સ્થાનિક રહીશોના ટોળા પાલિકા કચેરીએ હલ્લો બોલાવીને એકત્ર થયા હતા અને પ્રાથમિક સુવિધાઓ તત્કાળ આપવા અંગે ભારે સૂત્રોચાર કર્યા હતા.