કાસમાલા કબ્રસ્તાન પાસે શ્રમજીવીની ચાકુના ઘા ઝીંકીને હત્યા
કાસમ આલા મન્સૂરી કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રુટની ફેરી કરતા શ્રમજીવી ની હત્યા કરીને લાશ ફેંકી આરોપીઓ ભાગી ગયા હતા
વડોદરા, તા. 07 ફેબ્રુઆરી 2024 બુધવાર
શહેરના કારેલીબાગ કબ્રસ્તાન પાસે રહેતા નાઝીર પઠાણ ફ્રુટની ફેરી નો ધંધો કરે છે આજે સવારે તેઓ પોતાના કામ માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમના પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકીને હત્યારઓ ભાગી ગયા હતા બનાવની જાણ થતા કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ડીસીપી પન્ના મોમાયા એ જણાવ્યું હતું કે, આરોપીઓને શોધખોળ ચાલી રહી છે. નાઝીર પઠાણના પરિવારમાં તેની પત્ની અને બે સંતાનો છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર નાઝીર પઠાણની કોઈની સાથે દુશ્મની ન હતી તેની હત્યા શા માટે થઈ તેનું અમને પણ આશ્ચર્ય છે