નવી બંધાતી સાઇટ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત

ચોથા માળે લિફ્ટની ખાલી જગ્યામાંથી કચરો ફેંકતા સમયે પડી ગયો

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
નવી બંધાતી સાઇટ પરથી  નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત 1 - image

 વડોદરા,સેવાસી વિસ્તારમાં નવી બંધાતી સાઇટ પરથી નીચે પટકાયેલા ૨૦ વર્ષના શ્રમજીવીનું મોત થયું હતું. જે અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ દાહોદના લીમખેડા તાલુકાના દેવધી ગામે રહેતો ૨૦ વર્ષનો વિનોદ મંગુભાઇ ડાંગી શહેર નજીકના સેવાસી ગામે નવી બંધાતી શેરવુડ ઓપ્યુલેન્ડ નામની સાઇટ પર સેન્ટિંગનું કામ કરતો હતો. ગઇકાલે બપોરે તે સાઇટના ચોથા માળે સેન્ટિંગનો કચરો લિફ્ટની ખાલી જગ્યામાંથી નીચે ફેંકતો હતો. તે દરમિયાન નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે ગોત્રી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. શ્રમજીવીના મોત અંગે કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી કે કેમ ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News