Get The App

અવધ એક્સપ્રેસ ટ્રેનમાં લેબર પેઇન ઉપડયુ , મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો

સહ પ્રવાસી મહિલાઓએ રેલવેના વડોદરા ડિવિઝનના ટ્રેન કંડક્ટરે સમયસૂચકતા વાપરીને જરૃરી તમામ મદદ કરી

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
અવધ એક્સપ્રેસ ટ્રેનમાં લેબર પેઇન ઉપડયુ , મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો 1 - image


વડોદરા : મુંબઇના બાંદ્રા સ્ટેશનથી મોતીહારી જતી ટ્રેનમાં એક દંપતી પણ મોતીહારી જઇ રહ્યું હતું. ટ્રેન શરૃ થઇ તેના અડધો કલાકમાં જ મહિલાને પ્રસવપીડા ઉપડતા દોડધામ મચી ગઇ હતી અને ટ્રેનમાં ફરજ પર હાજર વડોદરા ડિવિઝનના ટ્રેન કંડક્ટરે તુરંત બનતી તમામ મદદ ઉપલબ્ધ કરાવતા મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.

ઘટના મંગળવારની છે. બાંદ્રાથી ઉપડેલી પશ્ચિમ રેલ્વેની બાંદ્રા - મોતિહારી અવધ એક્સપ્રેસ ટ્રેનમાં એક મુસાફર દંપતી મોતિહારી સુધી મુસાફરી કરી રહ્યું હતું.બોરીવલી સ્ટેશન પસાર કર્યા બાદ આ મહિલા મુસાફરને અચાનક પ્રસુતિનો દુખાવો શરૃ થયો. જેની જાણ થતાં જ આ ટ્રેનમાં તૈનાત વડોદરા ડિવિઝનના ટ્રેન કંડક્ટરરમીઝ મુલતાનીએ ગ્રાન્ટ રોડ કોમશયલ કંટ્રોલને પરિસ્થિતિની જાણ કરી હતી અને આગલા સ્ટેશન બોઈસર પર ડાક્ટરની વ્યવસ્થા કરવાની જાણ કરી હતી. . દરમિયાન મુલતાનીએ પીડિત મહિલાને મદદ કરવા માટે ડબ્બામાં હાજર મહિલા સહ-યાત્રીઓને  વિનંતી કરી હતી અને  ડિલિવરી દરમિયાન જરૃરી ચીજવસ્તુઓ જેવી કે ગરમ પાણી, પલંગની ચાદરની વ્યવસ્થા કરી હતી. કમ્પાર્ટમેન્ટને ચાદરથી ઢાંકી દેવામાં આવ્યો હતો. ટ્રેન બોઈસર સ્ટેશને પહોંચી ગઇ હતી ડોક્ટર આવી ગયા હતા. પરંતુ મહિલા સ્ટેશન પર ઉતરી શકે તેવી સ્થિતિમાં નહોતી. આવી સ્થિતિમાં મહિલાએ ટ્રેનમાં જ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો અને ટ્રેનના ડબ્બામાં બાળકની કિકિયારી ગુંજી ઉઠી હતી. 


Google NewsGoogle News