Get The App

વડોદરા પોલીસથી બચવા કોલકત્તાના એસ્ટ્રોલોજરે પોલીસથી બચવા મોબાઇલ ફોન ફેંકી દીધો

મકરપુરા પોલીસની ટીમે વેસ્ટ બંગાલના કલ્યાણી ટાઉનની થ્રી સ્ટાર હોટલમાંથી આરોપીને ઝડપી લીધો

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
વડોદરા પોલીસથી બચવા   કોલકત્તાના એસ્ટ્રોલોજરે પોલીસથી બચવા મોબાઇલ ફોન ફેંકી દીધો 1 - image

વડોદરા, લગ્નની લાલચ આપીને  મહિલાની સાથે શરીર સંબંધ બાંધનાર કોલકત્તાના એસ્ટ્રોલોજરે મહિલાના વીડિયો અને ફોટા વાયરલ કર્યા હતા. એસ્ટ્રોલોજર સામે પોક્સોની ફરિયાદ નોંધાતા મકરપુરા  પોલીસની ટીમ તેને પકડવા માટે કોલકત્તા પહોંચી ગઇ હતી. આરોપીને ધરપકડનો અણસાર આવી જતા તેને મોબાઇલ  ફોન ફેંકી દીધો હતો. તેમછતાંય મકરપુરા પોલીસની ટીમ તેને પકડવામાં સફળ રહી હતી.

માંજલપુરની  મહિલાએ પોતાની પર બળાત્કાર થયાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસ આરોપી પ્રણવ ઉર્ફે પ્રસાદ કુમાર મંડલ, ઉં.વ.૫૦ ( રહે.વોર્ડ નંબર - ૭, ગરપરા,  ગોબરદંગા, પ્રાગ્નસ, વે. બંગાલ) ને પકડી લાવી હતી. ત્યારબાદ જામીન પર છૂટીને પરત કોલકત્તા જતા રહેલા એસ્ટ્રોલોજરે મહિલાની સગીર વયની દીકરી સાથે શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેને પકડવા માટે મકરપુરા પોલીસની ટીમ કોલકત્તા  પહોંચી ગઇ હતી. પાંચ દિવસની દોડધામ પછી પોલીસ આરોપીને પકડવામાં સફળ રહી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીને વડોદરા પોલીસ પકડવા આવી હોવાનો અણસાર આવી જતા તે ઘર છોડીને ફરાર થઇ ગયો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે તે પકડાઇ ના જાય તે માટે આરોપીએ પોતાનો મોબાઇલ ફોન ફેંકી દીધો હતો. પરંતુ, પોલીસે તેના બંધ થયેલા મોબાઇલ નંબરના ડેટા મેળવી તેના સંપર્ક સૂત્રો પર વોચ રાખવાનું શરૃ કરતા આરોપી વેસ્ટ બંગાલના  કલ્યાણી ટાઉનમાં થ્રી સ્ટાર  હોટલમાં હોવાની માહિતી મળી હતી. સાદા ડ્રેસમાં પોલીસની ટીમ તેને પકડવા માટે હોટલ પહોંચી હતી. પોલીસ રિસેપ્શન પર પહોંચીને પૂછપરછ કરે તે પહેલા જ પોલીસની નજર દરવાજાની બાજુમાં જ બેસેલા આરોપી પર પડી હતી. જેથી, પોલીસે તેને ઝડપી લીધો હતો.પોલીસ તરીકેની ઓળખ આપી મકરપુરા પોલીસની ટીમે સ્થાનિક પોલીસને તથા આરોપીની પત્ની અને મિત્રને જાણ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી આરોપીને લઇને ટીમ વડોદરા આવી હતી.


Google NewsGoogle News