વડોદરામાં ફતેપુરાના મંગલેશ્વર ઝાંપામાં અગાઉના ઝઘડાની અદાવતે યુવક પર ચાકુથી હુમલો
image : Freepik
વડોદરા,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
વડોદરાના ફતેપુરાના મંગલેશ્વર ઝાંપામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમૂહમાં જમવાનું આયોજન કર્યું હતું. ત્યારે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી પિતા સહિત અન્યએ યુવકને પકડી રાખ્યો હતો. જ્યારે પુત્રએ ચપ્પુ વડે યુવક પર હુમલો કર્યો હતો. ઘવાયેલા યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે પિતા પુત્ર સહિત ત્રણ જણા સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના ફતેપુરા મંગલેશ્વર ઝાપા વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર ઉર્ફે રાજા સુરેશ સોલંકીએ ફરીયાદ નોંધાવી છે કે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ હોય જે અનુસંધાને અમારા મહોલ્લામા સમુહમા જમવાનુ આયોજન કરાયું હતું. રાત્રીના નવેક વાગે આસરાના સમયે હુ ઘરેથી પડીકી લેવા નીકળ્યો હતો. તે દરમિયાન અક્ષય વિક્રમ મને જણાવ્યુ હતું કે, તારે શું છે? તેમ કહી મારી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો અને તે વખતે અક્ષયના પિતા વિક્રમે પણ મને ગાળો બોલવા લાગ્યો હતો. વિક્રમ તથા સુમન ચંદુ મને પકડી રાખ્યો હતો અને અક્ષયે મારા પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ ત્રણેવ સ્થળ પરથી ભાગી ગયા હતા. મને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે મારા કાકા કાલીદાસ સોમા તથા મારા માસી રમીલાબેન મનહરએ એસ.એસ.જી હોસ્પીટલ ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય સાથે એક વર્ષ પહેલા ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી મારી સાથે મારામારી ઝઘડો કર્યો હતો. યુવકની ફરિયાદના આધારે પોલીસે પિતા પુત્ર સહિત ત્રણ લોકોને ઝડપી પાડવાના ચકડો ગતિમાન કર્યા છે.