યુવાનનું અપહરણ કરી ફોર વ્હિલ ગાડીમાં માર મારી ફેંકી દીધો
તું બહું દાદો થઇ ગયો છે તેમ હિન્દી અને ગુજરાતી ભાષામાં ધમકી આપી ઃ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ
બોડેલી તા.૪ જાંબુઘોડા તાલુકાના સાદડા ગામેથી એક બાઇકસવાર યુવાનનું ફોરવ્હીલ ગાડીમાં અજાણ્યા ઈસમોએ અપહરણ કરી તેને માર મારી બેભાન થઈ જતા બોડેલી તાલુકાના રણા ફળીયા લાવી યુવાનને ફેંકી અપહરણકારો ભાગી ગયા હતાં.
જાંબુઘોડા તાલુકાના ભાણપુરી ગામે રહેતા ૪૫ વર્ષના અશ્વિન ગીરધરભાઇ બારીયા ગઇકાલે જાંબુઘોડા પેટ્રોલપંપ પર મિત્ર સબુરભાઇ પરમાર આવ્યા હોવાથી ત્યાં મળવા માટે ગયા હતાં. સબુરભાઈ ફોરવ્હિલ ગાડી લઈ ઝંડ હનુમાન દર્શન માટે નીકળ્યા હતા જ્યારે અશ્વિન બાઇક પર નીકેળેલ આ વખતે સાદડા ગામ નજીક રોડ પર એક સફેદ કલરનીકાળા કાચવાળી ફોરવ્હિલ ગાડીમાં આવેલા ત્રણ શખ્સોએ અશ્વિનને માર મારી અપહરણ કર્યું હતું.
અપહરણ કર્યા બાદ મોબાઇલ ફોન અને પાકીટ અશ્વિન પાસેથી લીધા બાદ ગાડી યુ ટર્ન મારી પરત ધનપુરી પેટ્રોલ પંપ બાજુ લઇ ગયેલ અને ગાડીમાં જ અશ્વિનને માર મારી બોડેલી તરફ ગાડી ભગાવી હતી. અપહરણકારો અશ્વિનભાઈને હિન્દી ભાષામાં કહેવા લાગેલ કે, તેરે કો કમ્પ્લેન કરનેકા જ્યાદા શોખ હૈ તેમ કહીને તેમના ફોનમા અશ્વિનભાઈને મારતો વિડીયો ઉતારેલ. ત્યારબાદ ગાડી સુસ્કાલ ગામ રણા ફળીયા બાજુ રેતીની લીઝ પાસે થઇ નદી બાજુમાં જતા કાચા રસ્તા ઉપર લઇ જઇ અશ્વિનને નીચે ઉતારી ત્રણ માણસો પણ નીચે ઉતર્યા હતા અને ગુજરાતીમાં કહેલ કે, તુ બહુ મોટો દાદો થઇ ગયો છે તેમ કહી માર માર્યો હતો. આ વખતે બેભાન જેવો અશ્વિન થઇ જતાં તેને ત્યાં છોડીને અપરહણકારો જતા રહ્યા હતાં.
થોડા સમય બાદ ભાનમાં આવતા ધીમે ધીમે ચાલી રોડ ઉપર આવેલ અને ૧૦૮માં જેતપુર સરકારી દવાખાને ખસેડેલ. ઉપરોક્ત બનાવની ફરિયાદ જાંબુંઘોડા પોલીસમાં થતા પોલીસે તપાસ શરૃ કરી છે.