Get The App

બે લાખની વસુલાત માટે શ્રમજીવી યુવકનું રિક્ષામાં અપહરણ

પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ અપહરણકારોને ઝડપી પાડયા

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
બે લાખની વસુલાત માટે શ્રમજીવી યુવકનું રિક્ષામાં અપહરણ 1 - image

 વડોદરા,બે લાખની ઉઘરાણી માટે જીએસએફસી કંપની નજીક આવેલી ખાનગી કંપની ના કર્મચારીનું રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું છાણી પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ અપહરણકારોને ઝડપી પાડી ભોગ બનનાર ને મુક્ત કરાવ્યો હતો

છાણી ગામ પીર ફળિયામાં રહેતો સંદીપ સુભાષભાઈ પરમાર જીએસએફસી ગેટ સામને આવેલ ટેકનો એલઈડી કંપનીમાં છેલ્લા ૨૦ દિવસથી સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે તેના હાથ નીચે ૬૯ માણસો કામ કરે છે છાણી પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે હું મારી નોકરી પર સવારે ૮થ૦૦ વાગે આવ્યો હતો બપોરે ૧૨થ૩૦ વાગે મારા હાથ નીચે કામ કરતા રોહિત કુમાર હરીશચંદ્રસિંહ ચાવડા રહેવાસી સંતોષીનગર છાયા પૂરી મુળ પંચમહાલ નો મારા પર કોલ આવ્યો હતો તેણે મને કહ્યું હતું કે મારે ૨૦૦૦ ની જરૃરિયાત છે ઉપાડ જોઈએ છે હું કંપની પર લેવા આવું છું જેથી મેં તેને ફોન કરીને કહ્યું હતું કે હું કંપનીના ગેટ બહાર ઉભું છું તું આવીને ઉપાડ લઈ જા ૧૦ મિનિટમાં રોહિત ચાવડા ૅેનજચિ બાઈક પર આવ્યો હતો તે સમયે એક શખ્સ પણ ત્યાં નજીકમાં ઊભો હતો આ અજાણ્યા શખ્સે મને કહ્યું હતું કે હું રોહિત પાસે બે લાખ માંગુ છું થોડીવાર પછી તેને મૂકી જઉં છું તેમ કહી રોહિતને રીક્ષામાં બેસાડયો હતો તે દરમિયાન બીજા બે વ્યક્તિઓ રોડ તરફથી દોડીને આવીને રિક્ષામાં બેસી ગયા હતા અને રોહિતને વચ્ચે બેસાડી રીક્ષા હાઇવે તરફ લઈ ગયા હતા મને રિક્ષામાં આવેલા ત્રણ વ્યક્તિઓ પર શંકા જતા રોહિત ના બનેવી મુકેશ વિક્રમસિંહ પટેલ જે અમારી કંપનીમાં નોકરી કરતા હતા તેમને ફોન કર્યો હતો ફોન મુકેશભાઈના પત્નીએ ઉપાડયો હતો અને મેં તેમને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ તેમના સંબંધીએ પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરી હતી.

દરમિયાન છાણી પોલીસને જાણ કરવામાં આવતા છાણી પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ્સ સવલન્સ અને બાતમી ના આધારે અપહરણકારોને પંચમહાલ જિલ્લાના શહેરા ખાતેથી ઝડપી પાડી રોહિત ચાવડા ને મુક્ત કરાવ્યો હતો પોલીસે આરોપી પાસેથી પાંચ મોબાઇલ ફોન બે વાહનો મળી ૩.૧૮ લાખનો મુદ્દા માલ કબજો કર્યો છે


પકડાયેલા આરોપીઓ ના નામ

(૧) અરવિંદ ગુલાબભાઈ પગી  (૨) જીતેન્દ્ર મગનભાઈ પગી (૩) સંજય અમરાભાઇ રાવળ (૪) જીતેન્દ્ર જાલમભાઈ પટેલ (તમામ રહેવાસી શહેરા જીલ્લો પંચમહાલ) તથા (૫) વહીદ અભેસિંગ રાઠોડ રહેવાસી એકતાનગર છાણી જકાતનાકા



Google NewsGoogle News