વડોદરામાં ગોરવા BIDCમાં નોકરી કરતી માતાના સગીર પુત્રનું અપહરણ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
વડોદરામાં ગોરવા BIDCમાં નોકરી કરતી માતાના સગીર પુત્રનું અપહરણ 1 - image

image : Freepik

Kidnapping Case in Vadodara : વડોદરા ગોરવા રિફાઇનરી રોડની ગુજરાત આવાસ બોર્ડ વિકાસ નગરમાં રહૈતી ખાનગી કંપનીની નોકરીયાત માતાના સગીર પુત્રનું અપહરણ થયાની ફરિયાદ થતાં પોલીસ દોડતી થઈ છે.

મહિલાએ ગોરવા પોલીસને જણાવ્યું હતું કે મર્ક્યુરી કંપનીમાં નોકરી કરું છું અને વિક્રમ શામળાજી વણઝારા સાથે અગાઉ લગ્ન થયા હતા. ઘર કંકાસ થતા પતિ પત્નીના છૂટાછેડા સ્વેચ્છાએ થયા હતા. લગ્ન જીવનથી પુત્રનો જન્મ 2014માં થયો હતો. ત્યારબાદ બ્રશ કંપનીમાં નોકરી કરતા અને શેરખી ખાતે રહેતા મહેશ રમણ ચૌહાણ સાથે દસ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. 

ટ્યુશન ક્લાસમાં જવાનું હોવાથી પુત્ર તા.29મીએ સવારે વહેલો જાગી ગયો હતો. આશીર્વાદ ટ્યુશન ક્લાસમાં (આશીર્વાદ નગર સોસાયટી) જવા ઘરેથી નીકળ્યો હતો. પરંતુ ટ્યુશન ક્લાસના શિક્ષકનો સવારે 10 વાગ્યે ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારો દીકરો આજે ટ્યુશનમાં આવ્યો નથી. જેથી ધવલની માતાએ નોકરી પરથી સાંજે ઘરે જઈને તમને જણાવીશ તેમ કહ્યું હતું. 

ખાનગી કંપનીની નોકરીયાત મહિલા સાંજે 4.30 વાગ્યાના સુમારે ઘરે આવી ત્યારે દરવાજે તાળું લટકતું જણાયું હતું. તાળું ખોલીને જોતા પુત્ર ઘરમાં જણાયો ન હતો. આસપાસમાં તપાસ કરવા સહિત પિયરમાં માતા અને ભાઈને પણ ફોન કરીને બોલાવી લીધા હતા. પરંતુ તપાસ દરમિયાન સગીર પુત્રનો કોઈ પતો મળ્યો ન હતો. જેથી બનાવ અંગે પરિણીતા (મૂળ રહે. જલારામ નગર, કારેલીબાગ)એ સગીર પુત્રનું અપહરણ થયાની ફરિયાદ ગોરવા પોલીસ મથકે નોંધાવી છે.


Google NewsGoogle News