પિતાની હત્યા બાદ કાકાના આશરામાં રહેતા સગીરનું રાંદેસણમાંથી અપહરણ
મધ્યપ્રદેશથી યુવતીને ભગાડવા સંબંધે
ફરિયાદીના પુત્ર સાથે ભાગી આવેલી યુવતીને એક વખત પરત સોંપ્યા બાદ ફરીથી તે ભાગી આવી હોવાની અદાવત કારણભૂત
કડી-છત્રાલ રોડ પર બુડાસણ ગામે રહેતા અને બ્રિક્સો
ઇન્ડસ્ટ્રીઝમાં એસીસી બ્લોકની ગાડી ચલાવવાનું કામ કરતાં મુળ રાજસ્થાનના ઉદયપુર
જિલ્લાના ઋષભદેવ તાલુકાના માનપુરા ગામના ગૌતમભાઇ શંકરભાઇ પારધીએ તેના ભત્રીજા પંકજ
વખતરામના અપહરણના બનાવ અંગે મધ્યપ્રદેશના ઝામ્બુઆ જિલ્લાના પીથનપુર ગામના રહેવાસી
બબલુ સેતાન અને જાનુ સેતાન સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગૌતમભાઇનો ૧૭ વષય ભત્રીજો
પંકજ સાથે રહેતો હોવાથી ગત તારીખ ૨૯મીના બપોરે ગૌતમભાઇની દિકરી મિતલ અને ભત્રીજી
બિન્દુ બન્ને ફરિયાદીની કંપનીની બીજી ટ્રકમાં રાંદેસણ ગામ પાસે કેશવ રોયલ્ટીમાં
એસીસી બ્લોક ઉતારવાના મજુરી કામે ગયા ત્યારે તેની સાથે ટ્રકમાં બેસીને આંટો મારવા
ગયો હતો અને ત્યાંથી ગુમ થઇ ગયો હતો. મિતલે પિતા ગૌતમભાઇને ફોન કરીને તેની જાણ
કરતાં પંકજની શોધ કરવામાં આવી હતી. દરમિયાન સીસી ટીવી કેમેરા ચેક કરતાં પંકજને
કોઇની સાથે જતો જોવામાં આવ્યો હતો. આ સંબંધે સાઇટ પરના રાકેશભઆઇને પૂછતાં તેણે
કહ્યુ હતું, કે એક
ભાઇ આવ્યો હતો અને પંકજને કાકા બહાર ચા પીવા બોલાવે છે, તેમ કહીને સાથે
લઇ ગયો હતો.
દરમિયાન ફરિયાદી દ્વારા તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યુ હતું કે બબલુ અને જાનુ સેતાને તેની બહેન ભાગી ગઇ હોવાની અદાવત રાખીને પંકજનું અપહરણ કરવામાં આવ્યુ હતું. વતનમાં પણ તપાસ કર્યા બાદ ભત્રીજો પંકજ મળી નહીં આવતા આખરે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.