Get The App

જૂના ઝઘડાની અદાવત રાખી પેટ્રોલ છાંટી બાઇક સળગાવી દીધી

વહેલી સવારે લોકો ભેગા થઇ ગયા : પાણી છાંટી આગ બુઝાવી

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
જૂના ઝઘડાની અદાવત રાખી  પેટ્રોલ છાંટી બાઇક સળગાવી દીધી 1 - image

વડોદરા,પ્રેમ સંબંધના કારણે થયેલા ઝઘડાની અદાવત રાખી બાઇક સળગાવી દેનાર સામે બાપોદ  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજવા રોડ જે.પી. નગર પાણીની ટાંકી પાસે રહેતો વિકાસ રાજેન્દ્રભાઇ કુસ્વાહ લાઇટ ફિટિંગનું કામ કરે છે. બાપોદ  પોલીસ સ્ટેશનમાં તેણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ચાર મહિના  પહેલા મારે એક મહિલા સાથે આડા સંબંધ હોવાના કારણે સુનિલભાઇ ઓડ સાથે ઝઘડો થયો હતો. ગત ૧ લી તારીખે  હું ઘર પાસે બાઇક પાર્ક કરીને સૂઇ ગયો હતો. બીજે દિવસે સવારે સાડા પાંચ વાગ્યે પાડોશમાં રહેતા જગીદશભાઇ આહિરે બૂમ પાડીને મને  ઉઠાડી કહ્યું કે, તમારી બાઇકમાં આગ લાગી છે. બૂમાબૂમ થતા લોકો જાગી ગયા હતા. અમે  પાણીની ડોલ છાંટી આગ બુઝાવી હતી. બાઇકની આગળની હેડ લાઇટ તેમજ વાયરિંગ સળગી ગયા હતા અને તેમાંથી  પેટ્રોલની ગંધ આવતી હતી. અગાઉ થયેલા ઝઘડાની અદાવતે સુનિલભાઇએ મારી બાઇક સળગાવી દીધી હતી.


Google NewsGoogle News