Get The App

દુકાન ખુલ્લી રાખી ચા નાસ્તો કરવા ગયેલા વેપારીની દુકાનમાંથી ચોરી

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
દુકાન ખુલ્લી રાખી   ચા નાસ્તો કરવા ગયેલા વેપારીની દુકાનમાંથી ચોરી 1 - image

 વડોદરા,વાઘોડિયા રોડ પરની દુકાનમાંથી ચોરી કરનાર બે આરોપીઓને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા છે.

રાજસ્થાનના સાંચોર જિલ્લાના કમલેશ ગણપતલાલ પુરોહિત હાલમાં કપુરાઇ ચોકડી  પાસે અક્ષર ટેનામેન્ટમાં રહે છે. વાઘોડિયા રોડ ગુરૃકુળ ચાર રસ્તા પાસે પર્ણવિલા કોમ્પલેક્સમાં તેઓ કાન્હા એલ્યુમિનિયમ એન્ડ વિન્ડોઝ ગેલેરી નામની દુકાન ચલાવેે છે. ગત તા. ૨ જી એ સવારે આઠ વાગ્યે તેઓ દુકાનનું રોજનું કામ કરતા હતા. બપોરે પોણા બાર વાગ્યે તેઓ બાજુની દુકાનના માલિકને ધ્યાન  રાખવાનું કહીને ચા નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરીને અડધો કલાકમાં તેઓ દુકાને  પરત આવ્યા ત્યારે દુકાનનો ગલ્લો ખુલ્લો હતો. દુકાનનો ગલ્લો  ચેક કરતા ચાંદીનું કડું તેમજ રોકડા રૃપિયા ૩,૫૦૦ ગૂમ હતા.  જે અંગે ચોરીની ફરિયાદ વેપારીએ પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. દરમિયાન પાણીગેટ  પી.આઇ. એચ.એમ. વ્યાસની સૂચના મુજબ, સ્ટાફે સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારો થકી તપાસ કરતા આરોપીઓની માહિતી મળી હતી. જેના આધારે  પોલીસે (૧)  ઇમરાન ઉર્ફે વેપારી ઉસ્માનભાઇ શેખ ( રહે. વુડાના મકાનમાં, ડભોઇ  રોડ) તથા (૨) સાજીદ દિલાવરભાઇ મનસુરી (રહે. વુડાના મકાનમાં, જાંબુવા) ને ઝડપી પાડયા હતા.


Google NewsGoogle News