તરસાલી બાયપાસ હાઇવે પર રોડ ઓળંગતા કર્મકાંડીનું મોત

અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા માથા તથા મોંઢાના ભાગે ગંભીર ઇજા

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
તરસાલી બાયપાસ  હાઇવે પર રોડ ઓળંગતા કર્મકાંડીનું મોત 1 - image

વડોદરા,તરસાલી બાયપાસ નજીક રોડ ઓળંગતા કર્મકાંડી બ્રાહ્મણને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સલુન ગામ  પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા નવીનભાઇ રતિલાલ પુરોહિત  એકલા જ રહે છે અને કર્મકાંડનું કામ કરે છે. ગઇકાલે તેઓ કર્મકાંડ માટે સલુન ગામથી વડોદરા આવ્યા હતા. કર્મકાંડની વિધિ પૂરી કરીને તેઓ કલાલી ખાતે રહેતા ભત્રીજા અંકિતના ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન વડોદરાથી સુરત તરફ જવાના રોડ પર તરસાલી બાયપાસ હોટલ લિજેન્ડ નજીક અજાણ્યા વાહન ચાલકે તઓને ટક્કર મારતા માથાના પાછળના ભાગે તથા મોંઢા પર ગંભીર ઇજા થતા તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જે અંગે તેમના પુત્રને જાણ કરવામાં આવી હતી. પુત્રની ફરિયાદના આધારે મકરપુરા  પોલીસે  ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

Tuu


Google NewsGoogle News