વડોદરા જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ કરજણમાં પાંચ ઇંચ વરસાદ, આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ કરજણમાં પાંચ ઇંચ વરસાદ, આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ 1 - image


Vadodara Rain Upadte : વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની વધુ એક સિસ્ટમ એક્ટિવ થઈ છે, અને તેના કારણે વડોદરામાં આજે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. બીજી બાજુ વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કરજણમાં આશરે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વડોદરામાં ચાર દિવસના વિરામ બાદ સોમવારે ફરી આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો, પરંતુ સાંજ બાદ વરસાદે તેનું જોર દેખાડ્યું હતું.

વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાવલીમાં 59 મી.મી, વડોદરામાં 49 મી.મી, પાદરામાં 25મી.મી, ડભોઈમાં 50મી.મી, કરજણમાં 121મી.મી, સિનોરમાં 56 અને ડેસરમાં 87 મી.મી. વરસાદ નોંધાયો છે. વડોદરામાં આજે ઑરેન્જ ઍલર્ટ છે. જેના કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે.

જો કે આવતીકાલે યલો ઍલર્ટ છે, અને ત્યારબાદ તારીખ 5ના રોજ ગ્રીન ઍલર્ટ છે. નર્મદાના ઉપરવાસમાં ભારે વરસાદ થવાના લીધે નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવતાં વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના 25 ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ભરૂચના વાલિયામાં આભ ફાટતાં જળબંબાકાર, 12 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, શાળાઓમાં રજા જાહેર

છેલ્લા 24 કલાકમાં વડોદરાના સાવલીમાં 59 મી.મી, વડોદરામાં 49 મી.મી, પાદરામાં 25મી.મી, ડભોઈમાં 50 મી.મી, કરજણમાં 121 મી.મી, સિનોરમાં 56 અને ડેસરમાં 87 મી.મી. વરસાદ નોંધાયો છે. વડોદરામાં આજે ઑરેન્જ ઍલર્ટ છે. જેના કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે. જોકે, આવતીકાલે (4 સપ્ટેમ્બર) યલો ઍલર્ટ છે, અને ત્યારબાદ તારીખ 5ના રોજ ગ્રીન ઍલર્ટ છે.

નર્મદાના ઉપરવાસમાં ભારે વરસાદ થવાના લીધે નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવતા વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના 25 ગામોને સાવધ કરવામાં આવ્યા છે. સોમવારે સાંજથી આજવા અને પ્રતાપપુરા સરોવરના બંધ કરેલા ગેટ ફરી ખોલવામાં આવ્યા છે. આજે બપોરે 1:30 વાગ્યે આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ હતી, જ્યારે વિશ્વામિત્રીની સપાટી 13.50 ફૂટ નોંધાઈ હતી. હજી વરસાદની માહોલ જામેલો છે, અને સવારથી ઝરમર વરસાદ ચાલુ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 11.69 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપીના સોનગઢમાં 10 ઇંચ, વ્યારામાં 9 ઇંચ, માંગરોળમાં 7.6 ઇંચ, વઘઈમાં 7.6 ઇંચ, ભરૂચમાં 7.2 ઇંચ, તિલકવાડામાં 7 ઇંચ, ઉચ્છલમાં 6.9 ઇંચ, ડોલવણમાં 6.7 ઇંચ, નડિયાદમાં 6.7 ઇંચ, વાંસદામાં 6.5 ઇંચ અને સુબીરમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે, તાપીના સોનગઢમાં 10 ઇંચ અને વ્યારા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 6 ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર તાપી જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

તાલુકાની વાત કરીએ તો, સુરતના માંગરોળ, ડાંગના વઘઈ, નર્મદાના તિલકવાડા, તાપીના ઉચ્છલ અને ભરૂચ તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, તાપીના ડોલવણ, ડાંગના સુબિર, ખેડાના નડિયાદ અને નવસારીના વાંસદા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે, મહીસાગરના લુણાવાડા અને ખેડાના કપડવંજ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.     

આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ અને ગોધરા, વડોદરાના કરજણ, સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વર, ડાંગના આહવા, તાપીના વાલોડ, ખેડાના કઠલાલ, મહીસાગરના વિરપુર, અરવલ્લીના બાયડ ઉપરાંત મહેસાણા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ, રાજ્યના આશરે 22 તાલુકામાં 3 ઇંચથી વધુ, 39 તાલુકામાં 2 ઇંચથી વધુ, 45 તાલુકામાં 1 ઇંચથી વધુ તેમજ 48 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ 183 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

નોંધનીય છે કે, આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 116 ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 125 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 117 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 113 ટકાથી વધુ જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 95 ટકા જેટલો સિઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.


આ પણ વાંચો : ઍલર્ટ! અસના વાવાઝોડાના કારણે હવે અહીં થશે મેઘતાંડવ, 22 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ભારે વરસાદ માટે રેડ-ઑરેન્જ ઍલર્ટ

ત્રીજી સપ્ટેમ્બર : છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ ઍલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેેલીમાં ઑરેન્જ ઍલર્ટ. 

ચોથી સપ્ટેમ્બર: ભરૂચ, સુરતમાં રેડ   ઍલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઑરેન્જ ઍલર્ટ.

પાંચમી સપ્ટેમ્બર : બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઑરેન્જ ઍલર્ટ.


Google NewsGoogle News