Get The App

રાવપુરામાં મર્ડર છતાં કારેલીબાગ ઝોનના ડીસીપી પન્ના મોમાયાએ ૧૮ કલાક સુધી મોરચો સંભાળ્યો

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
રાવપુરામાં મર્ડર છતાં કારેલીબાગ ઝોનના ડીસીપી પન્ના મોમાયાએ ૧૮ કલાક સુધી મોરચો સંભાળ્યો 1 - image

વડોદરાઃ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હોવા છતાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ઝોનના ડીસીપી ઝોન-૪ પન્ના મોમાયાએ ગઇકાલે મધરાતથી આજે સાંજ સુધી સતત મોરચો સંભાળ્યો હતો.

આ દરમિયાન તેમણે લોકોનો આક્રોશ પણ સહન કર્યો હતો.વારંવાર સૂત્રોચ્ચાર વચ્ચે આરોપીઓને પકડવા તેમજ જુદીજુદી દિશામાં તપાસ થાય તે માટે ટીમોને સૂચનાઓ આપવાની પણ કામગીરી જારી રાખી હતી.

ડીસીપીએ કહ્યું હતું કે,પોલીસ કમિશનર નરસિમ્હા કોમર,જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ ગંભીર ઘટના બાબતે સક્રિય  હતા.પરિણામે તપન પરમારની હત્યાના આરોપીઓ કલાકોમાં જ પકડાઇ ગયા હતા. પોલીસ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે રીતે ઝીણવટભરી તપાસ કરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.


Google NewsGoogle News