કારેલીબાગ ટાંકી અને સમા ટાંકીથી આવતી કાલે સાંજનું પાણી ઓછા દબાણ અને ઓછા સમય સુધી અપાશે
Image Source: Freepik
વડોદરા, તા. 18 જાન્યુઆરી 2024 ગુરૂવાર
વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા શાખા દ્વારા કારેલીબાગ ટાંકી ખાતે ડીલેવરી વાલ્વ બદલવાની કામગીરી અને સમા ટાંકી ખાતે સ્લુસ વાલ્વ બદલવાની કામગીરી અંગે આ બંને ટાંકી વિસ્તારના પાણી મેળવનારાઓને તા. ૧૯ મીએ સાંજના સમયનું પાણી હળવા દબાણ અને ઓછા સમય માટે આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા પાણી પુરવઠા શાખા દ્વારા કારેલીબાગ ટાંકી ખાતે ના ૩૦૦ મી.મી.અને ૨૦૦મી.મી. ડાયાનો ડિલિવરી વાલ્વ બદલવાની કામગીરી આવતીકાલે શુક્રવારે તા. ૧૯મીએ સવારનું પાણી અપાયા બાદ હાથ ધરવાની છે.
પરિણામે કારેલીબાગ ટાંકીથી સાંજના સમયે પાણી મેળવતા વિસ્તાર તુલસીવાડી, કલાકુંજ ફતેપુરા, વારસિયા રીંગરોડ, ઇન્દ્રપુરી, વિજયનગર, નવનીત પાર્ક, વૃંદાવન, આમ્રપાલી, અમિત નગર, ભાવના પાર્કમાં તા. ૧૯મીએ શુક્રવારે સાંજે પાણી મોડેથી અને ઓછા દબાણથી આપવામાં આવશે.
આવી જ રીતે સમા ટાકી ખાતે વડોદરા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ અંતર્ગત અપગ્રેડેશન પંપિંગ મશીનરી પ્રોજેક્ટ હેઠળ ૪૫૦ મીમી ડાયાનો સ્લૂસ વાલ્વ અને બદલવાની કામગીરી તા. ૧૯ શુક્રવારે સવારના પાણી અપાયા બાદ કરવામાં આવશે. જેથી સમા ટાંકીથી પાણી મેળવનારાને સાંજના ઝોનનું પાણી વિતરણ કામગીરી પૂરી થયા બાદ મોડેથી અને હળવા દબાણથી આપવામાં આવશે આ અંગે ફતેગંજ નવા યાર્ડ નિઝામપુરા તથા ટીપી ૧૩ વિસ્તારના સ્થાનિક રહીશોએ નોંધ લેવા જણાવ્યું છે.