વડોદરામાં કારેલીબાગ પોલીસે મોપેડ સાથે ચેપીરોગ દવાખાના પાસેથી વાહન ચોર દબોચ્યો

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
વડોદરામાં કારેલીબાગ પોલીસે મોપેડ સાથે ચેપીરોગ દવાખાના પાસેથી વાહન ચોર દબોચ્યો 1 - image

image : Freepik

વડોદરા,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર

વડોદરાના નાગરવાડા તૈયબા એપાર્ટમેન્ટ પાસેથી રાત્રીના સમયે મોપેડની ડુ્પ્લિકેટ ચાવી વડે લોક તોડી ચોરી કરનાર શખ્સને ચેપીરોગ દવાખાના પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બાઇક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રવિવારે વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે એક શખ્સે એક મોપેડ ચોરી કર્યું છે અને તે મોપેડ લઇને ચેપી રોડ દવાખાના પાસે લઇને બેઠો છે. જેના આધારે પોલીસના માણસોએ બાતમી મુજબના સ્થળ પર જઇને તપાસ કરતા એક શખ્સ મળી આવ્યો હતો.જેથી તેની પૂછપરછ કરી મોપેડ આધારા પુરાવાની માગણી કરી હતી. પરંતુ રજૂ કરી શક્યો ન હતો. જેથી તેની કડકાઇથી પુરછપછ કરતા તેણે આ મોપેડે બે દિવસ પહેલા તૈયબ એપાર્ટમેન્ટ નાગરવાડાથી મોડી રાતે ડુપ્લિકેટ ચાવી લોક તોડી ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે અમરસિંહ માધવસિંહ જાદવ (રહે. બાલાજી મંદિરની અંદર મોહનલાલા ચા વાળાની સીમે ઘી કાંટા રોડ કારેલીબાગ)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.


Google NewsGoogle News