કરચીયાની મહિલા બૂટલેગરનું સગીરા દ્વારા દારૃ વેચાણનું નેટવર્ક

લક્ઝરી બસમાં દારૃનો જથ્થો લાવી રિક્ષામાં ઘેર જતાં જ ઝડપાઇ ઃ ૪૪૪ બોટલો કબજે કરાઇ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
કરચીયાની મહિલા  બૂટલેગરનું સગીરા દ્વારા દારૃ વેચાણનું નેટવર્ક 1 - image

વડોદરા, તા.3 મધ્યપ્રદેશના ઠેકા પરથી દારૃનો જથ્થો લાવી વડોદરા શહેરના કરચીયા વિસ્તારમાં વેચતી નામચીન મહિલા બૂટલેગર અને બે સગીરાને પોલીસે ઝડપી પાડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કરચીયા ફાયર સ્ટેશન સામે રહેતી કાંતા લાલાભાઇ ગુડીયા તેમજ અન્ય બે છોકરીઓ મધ્યપ્રદેશથી થેલામાં દારૃની બોટલો લાવી છે તેમજ ગોલ્ડન ચોકડીથી સુરત જતા હાઇવે પર લક્ઝરી બસમાં ઉતરી થોડીવાર પહેલાં ભાડાની રિક્ષામાં બેસી કરચીયા જવા નીકળેલ છે તેવી માહિતી પીસીબીને મળતાં દેણાથી દુમાડ ચોકડી વચ્ચેના હાઇવે પર પોલીસે વોચ ગોઠવીને રિક્ષામાં જતી કાંતા તેમજ અન્ય બે સગીરાને ઝડપી પાડી હતી.

પોલીસે ત્રણે પાસેથી દારૃની ૪૪૪ બોટલો અને એક મોબાઇલ કબજે કર્યો હતો. આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે કાંતા બે સગીરાને સાથે લઇને મધ્યપ્રદેશ ગઇ હતી અને ત્યાં પીટોલ ખાતેના ઠેકા પરથી દારૃની બોટલો ખરીદીને લાવી પોતાના ઘેરથી વેચાણ કરતી હતી. કાંતા સામે અગાઉ ચાર ગુના દારૃના નોંધાયા છે.




Google NewsGoogle News