Get The App

રાજકોટમાં અગ્નિકાંડ બાદ ત્રણ મહિનાથી વડોદરાના કમાટીબાગની જોય ટ્રેન બંધ, અનેક રજુઆત પણ પરિણામ શૂન્ય

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં અગ્નિકાંડ બાદ ત્રણ મહિનાથી વડોદરાના કમાટીબાગની જોય ટ્રેન બંધ, અનેક રજુઆત પણ પરિણામ શૂન્ય 1 - image


Kamatibaug  Joy Train : રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ વડોદરામાં કમાટીબાગ ખાતે ચાલતી જોય ટ્રેન સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવી છે. ટ્રેનના સંચાલકો દ્વારા વડોદરા કોર્પોરેશનમાં ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે કે કમાટી બાગમાં ફરવા આવતા સહેલાણીઓ દ્વારા આ ટ્રેન શરૂ કરવા સતત માગણી કરવામાં આવી રહી છે, તો આ ટ્રેનને ચાલુ કરવા છૂટ આપવી જોઈએ.

અગાઉ વડોદરામાં હરણી બોટ કાંડ થયો હતો ત્યારે પણ આ  ટ્રેન બંધ કરી દેવાઈ હતી અને મોડે મોડે ચાલું કરવામાં આવી. ત્યારબાદ એક દોઢ મહિનામાં રાજકોટનો બનાવ બનતા ટ્રેન બંધ થઈ ગઈ છે. 25 મેથી આ ટ્રેનના પૈડા થંભી ગયા છે. જેને ત્રણ મહિના થઈ ગયા છે. વચ્ચે ગૌરીવ્રત હતું, ત્યારે પણ આ ટ્રેન ચાલુ કરવા માંગ કરી હતી. એ પછી રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને આ ટ્રેન ચાલુ કરવા કોર્પોરેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી. જ્યાં અગ્નિકાંડ બનેલો તે રાજકોટમાં મેળાની પરમિશન આપી દેવામાં આવી છે, અને ત્યાં રાઈડ્સ પણ લાગવામાં માંડી છે. બાગમાં આવતા પ્રવાસીઓ પણ કહે છે કે બનાવ રાજકોટમાં બની ગયો અને ટ્રેન વડોદરામાં બંધ કરવામાં આવી છે. તાજેતરમાં કોર્પોરેશનમાં પત્ર લખીને જણાવ્યું હતું કે આ ટ્રેનના સેફટી અને ફિટનેસ સહિતના જરૂરી સર્ટિફિકેટો પણ છે, એટલું જ નહીં બાગમાં નાની રાઈડ્સ પણ બંધ કરી દેવામાં આવી છે. આ ટ્રેનના ચાર કોચ છે. એક કોચમાં 36 એડલ્ટ બેસી શકે છે. એક ટ્રીપમાં 144 એડલ્ટ મુસાફરી કરે છે.


Google NewsGoogle News