સેક્ટર-૨માં જમીન દલાલના ઘરમાંથી ૧૨ લાખ રૃપિયાના દાગીનાની ચોરી
મકાનમાં ચોરી થઇ છતાં તાળાં તૂટયાં નથી
ઘરમાં માળિયામાં મુકાયેલા દાગીના ચોરાતાં જાણભેદુએ ચોરી કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથધરી
આ ઘટના અંગે પોલીસ ક્ષેત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
ગાંધીનગરના સેક્ટર - ૨/સી ગાયત્રી કૃપા સોસાયટીમાં રહેતા નિમેષભાઈ બાબુલાલ વાઘેલા
વઢવાણનાં મેમકા ગામે ખેતીવાડી ઉપરાંત જમીન દલાલીનું કામકાજ પણ કરે છે. ગત તા. બીજી
નવેમ્બરના સવારે નવા વર્ષના દિવસે માતા અને પત્નીને તહેવારોના દિવસોમાં સોના
ચાદીના દાગીના પહેરવાના હોવાથી નિમેષભાઈએ ઘરના માળીયામાં પતરાના ડબામાં મુકેલ સોના
ચાંદીના દાગીના લેવા માળીયામાં તપાસ કરી હતી. જો કે, દાગીના ભરેલો ડબો મળી આવ્યો ન હતો.છેલ્લે તેમણે એપ્રિલ -
૨૦૨૪ માં દાગીના ભરેલો ડબો માળીયામાં મૂક્યો હતો. આથી ઘરના સભ્યોએ દાગીનાની ઘરમાં
તપાસ કરી હતી.
જેમાં સોનાની મગમાળા,
સોનાની વીંટી, ગળાના ઓમ
નંગ-૪, સોનાની
ઘડીયાળની ચેઇન,સોનાના
કાનના ઝુમર નંગ-૨, સોનાની
વીંટી નંગ-૩, સોનાનો
દોરો, સોનાના
પાટલા, સોનાનો
સેટ, ત્રણ નંગ
સોનાની બુટ્ટી, સોનાનો
દોરો, સોનાની
વીટી, સોનાનુ
મંગળસુત્ર તેમજ ચાંદીનો ચોટલો,
પંજો, જુડો, નાની ઝાઝરી, પગની પાયલ, લકી, સિક્કો સહિત કુલ
રૃ. ૧૧.૯૭ લાખના દાગીના હતા.ઘરમાં તપાસ કરવા છતાં દાગીના રાખેલો ડબો ક્યાંય મળી
આવ્યો ન હતો. ઘરમાં કોઈપણ તોડફોડ કે લોક તૂટયા વિના માળીયામાંથી દાગીના રાખેલો
ડબ્બો ચોરાઈ જતાં આખરે નિમેષભાઈએ ફરિયાદ આપતાં સેક્ટર - ૭ પોલીસે ગુનો દાખલ કરી
તપાસ શરૃ કરી છે.