Get The App

વડોદરામાં જ્વેલર્સની દુકાનમાં 12 લાખના દાગીનાની ચોરી : તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
વડોદરામાં જ્વેલર્સની દુકાનમાં 12 લાખના દાગીનાની ચોરી : તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ 1 - image


Vadodara Theft Case : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા સીએસ જ્વેલર્સમાંથી સોના ચાંદીના રૂ.12લાખની કિંમતના ઘરેણા સેલ્સ ગર્લ્સની નજર ચૂકવી ગઠિયો હાથ ફેરવી ગયો હતો. 

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સીએસ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક ગઠિયાએ પહેલા ખરીદીના જોવા માંગતા માલિક દ્વારા તે ઘરેણા શોરૂમના ટેબલ પર મુક્યા હતા. ત્યારબાદ અન્ય વધારાના ઘરેણા જોવા માગતા માલિકે બોક્સમાં મુકેલા ઘરેણા બહાર કાઢ્યા હતા. તે દરમિયાન બોક્સમાં હાથ નાખીને ઘડિયાળ સોનાના દાગીના નજર ચૂકવીને પોતાના ખિસ્સામાં મૂકી દીધા હતા. 

આ ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ દાગીના નજર ચૂકવી ફેરવી લીધા હતા. જે અંગે દુકાનદારે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો બોક્સમાંથી સોનાના દાગીના પોતાના ખિસ્સામાં મુકતા નજરે ચડ્યો હતો. જેથી તેઓએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ લક્ષ્મીપુરા પોલીસે આજદિન સુધી ફરિયાદ દાખલ કરતા નથી તેમ જાણવા મળે છે.


Google NewsGoogle News