નાલ્કો કંપનીના ડીજીએમની પુત્રીના લગ્નમાં રૃા.૮.૩૫ લાખના દાગીનાની ચોરી

હોટલની રૃમની બારીનો કાચ તોડી માત્ર અડધા કલાકમાં જ બેગમાથીદાગીનાની રહસ્યમય ચોરી

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
નાલ્કો કંપનીના ડીજીએમની પુત્રીના લગ્નમાં રૃા.૮.૩૫ લાખના દાગીનાની ચોરી 1 - image

વડોદરા, તા.19 ભુવનેશ્વર ખાતેની નાલ્કો કંપનીના ડીજીએમની પુત્રીના લગ્ન માટે વડોદરામાં નેશનલ હાઇવે પર લક્ષ્મી ફિલ્મ સિટિ હોટલ ખાતે બુક કરેલી રૃમમાં મૂકેલ રૃા.૮.૩૫ લાખ કિંમતના સોનાના દાગીના કોઇ ગઠિયો ઉઠાવી ગયો  હતો.

વડોદરાના છાણી વિસ્તારમાં સિધ્ધાર્થ સમન્વય-૨ ખાતે રહેતા ભાવનાબેન રાકેશભાઇ ગગરાડેએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિ ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે નાલ્કો કંપનીમાં ડીજીએમ તરીકે ફરજ બજાવે છે. મારી મોટી પુત્રી સોનલના પ્રિયાશુ અમન સાથે લગ્ન હોવાથી અમે આજવાચોકડી પાસે લક્ષ્મી ફિલ્મ સિટિ હોટલ ખાતે  તા.૬ અને ૭ ડિસેમ્બર એમ બે દિવસ ૪૫ રૃમો બુક કરાવી હતી. જેમાં રૃમ નંબર-૩ અમારા માટે બુક હતી.

તા.૬ની વહેલી સવારે હું, પતિ અને સંબંધીઓ લગ્નના સામાન તેમજ દાગીના સાથે હોટલ પર પહોંચી ગયા હતાં. એક બેગમાં મારી પુત્રી સોનલના લગ્નના સોના-ચાંદીના દાગીના હતાં. આખો દિવસ અમે લગ્નમાં રોકાયા હતાં. રાત્રે પોણા દશ વાગે મારા ભાઇ યોગેન્દ્રએ સોનાના દાગીનાવાળી બેગ અમારી રૃમ નંબર-૩માં મૂકી હતી અડધા કલાક બાદ મારો ભાઇ ફરી રૃમમાં ગયો ત્યારે રૃમનો સામાન વેરવિખેર હતો. આ અંગે મને જાણ કરતાં હું રૃમ પર પહોંચી ત્યારે રૃમની પાછળની બારીનો કાચ તૂટેલો જણાયો હતો અને દાગીના મૂકેલી બેગ ખુલ્લી હતી તેમજ તેમાંથી સોનાનો હાર, બંગડી,હાર અને બુટ્ટી સહિત કુલ રૃા.૮.૩૫ લાખની કિંમતના દાગીનાની ચોરી થઇ હોવાનું જણાયું હતું.




Google NewsGoogle News