વડોદરામાં ગીચ વસ્તીમાં મકાનના તાળા તૂટવાનો વધુ એક બનાવ, દાગીના અને રોકડની ચોરી

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
વડોદરામાં ગીચ વસ્તીમાં મકાનના તાળા તૂટવાનો વધુ એક બનાવ, દાગીના અને રોકડની ચોરી 1 - image

image : Freepik

Theft Case In Vadodara : વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ગીચ વિસ્તારોમાં બંધ મકાનના કલાકોમાં જ તાળા તોડીને ચોરી કરવાના બનાવો બની રહ્યા છે. જેમાં ગઈકાલે રાવપુરા વિસ્તારમાં વધુ એક બનાવ બન્યો હતો.

રાવપુરા વાડી વિસ્તારમાં પટેલ ફળિયામાં રહેતા અને સાઉન્ડનો ધંધો કરતા દર્શન સતિષભાઈ પારેખે પોલીસને કહ્યું છે કે, તા.30મી એ મોડી સાંજે હું અને મારી માતા આનંદ ખાતે લગ્નમાં ગયા હતા.

બીજા દિવસે સવારે પાડોશીએ મકાનનું તાળું તૂટ્યાની જાણ કરતાં અમે પરત આવ્યા હતા. જે દરમિયાન મકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા તેમજ નીચે તેમજ ઉપરના માળનો સામાન વેર વિખેર હતો. ચોરો ત્રણ તોલા જેટલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ બે લાખની મતા ચોરી ગયા હતા. જેથી કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News