પોલીસ ચોરી અટકાવી શકતી નથી..!! હવે સોનીઓને CCTV કેમેરા તથા સાઇરનવાળા શટર લોક લગાવવા સૂચના

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
પોલીસ ચોરી અટકાવી શકતી નથી..!! હવે સોનીઓને CCTV કેમેરા તથા સાઇરનવાળા શટર લોક લગાવવા સૂચના 1 - image

image : Freepik

Vadodara Theft Case : વડોદરા શહેરમાં જ્વેલર્સની દુકાનોમાં થતી ચોરીઓને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓએ જ્વેલર્સ એસોસિએશન સાથે બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓ દ્વારા તમામ જ્વેલર્સને દુકાનમાં સીસીટીવી કેમેરા તથા સાયરનવાળા શટર લોક લગાવવા સહિતની સૂચના આપવામાં આવી હતી.

વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક દિવસે અને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં જ ભરચક વિસ્તારમાં આવેલા લાડલા તથા કારેલીબાગ આનંદ નગર વિસ્તારમાં આવેલા શ્રીજી જ્વેલર્સમાં તસ્કરોએ હાથ અજમાવી લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘરફોડ ચોરી દરમિયાન તસ્કરો મોટાભાગે જ્વેલર્સની દુકાનોને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યાંરે ઘરફોડ ચોરી અટકાવવા માટે કઈ કાળજી રાખવી તેના માટે જ્વેલર્સ એસોસિએશનની સીટી પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. પોલીસ અધિકારીઓએ તમામ જ્વેલર્સની દુકાનના સંચાલકોને સાયરનવાળા શટર લોક લગાવવા તથા સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા સહિતની અનેક સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યો પ્રમુખ ઉપરાંત, એસી.પી એમ.પી.ભોજાણી, જીડી પલસાણા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.ચૌહાણ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.


Google NewsGoogle News