વડોદરાના આજવા રોડ પર જવેલર્સની દુકાનમાંથી રૂ.1.96 લાખના દાગીનાની ચોરી

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
વડોદરાના આજવા રોડ પર જવેલર્સની દુકાનમાંથી રૂ.1.96 લાખના દાગીનાની ચોરી 1 - image

image : Socialmedia

વડોદરા,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર

આજવા રોડ પર જ્વેલર્સની દુકાનને તસ્કરો એ નિશાન બનાવી હતી. શટરના લોક તોડી ચોરો દુકાનમાં મુકેલા 1.96 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.સોનીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

આજવા રોડ ઉપર કમલા નગર તળાવ સામે આશાલતા પાર્કમાં રહેતા વીપુલભાઇ જીતેન્દ્રભાઇ સોની ફરિયાદ એ નોધાવી છે કે હરી ટાઉનશીપમાં હોસ્પીટલની નીચે જવેલર્સની દુકાન ચલાવુ છું. ગત તા.02/10/2023ના રોજ હું મારી જવેલર્સની દુકાનને રાત્રીના દસ વાગ્યાના અરસામાં લોક કરી મારા ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારના 07.20 વાગ્યાના અરસામાં અમારી દુકાનની બાજુમાં આવેલ દુકાનવાળા ભાઇ મુન્નારાજને ફોન દ્વારા મોને જાણ કરેલ કે તમારી દુકાનનું લોક તુંટેલું છે. જેથી હું તાત્કાલીક મારી દુકાને જઈ તપાસ કરતા મારી દુકાનનાં શટરનાં લોક તુટેલા હતા અને અંદર આવેલ કાચના દરવાજાનો લોક પણ તુટેલા હોય દુકાન ખુલ્લી હતી અને દુકાનમાં અંદર પ્રવેશ કરી જોતા સામાન વેર વીખેર હાલતમાં પડ્યો હતો. દુકાનની અંદર કાઉંટર પર રાખેલા ચાંદીના આઠ કીલોગ્રામ અલગ અલગ દાગીના કીમત આશરે રૂ.1,96,000 હતી. પોલીસે જ્વેલર્સની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News