વડોદરામાં એસટી બસમાં બેઠલા યુવકને બેભાન કરી 1.35 લાખના દાગીના અને રોકડા ગઠીયાએ કાઢી લીધા
વડોદરા,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર
વડગામ ખાતે કાકા દીકરાના લગ્નનું રિશેપ્શન પતાવી વેપારી યુવક થરાદ વડોદરાની બસમાં બેઠો હતો અને વાસદની ટિકિટી લીધી હતી. દરમિયાન આધેડે યુવકને કાઇ સુઘાડી બેભાન કરી દિધો હતો. દરમિયાન વેપારીએ પહેરેલી સોનાની ચેઇન, વિટી અને પેન્ટના ખિસ્સામાં રાખેલા રોકડા 35 હજાર મળી 1.35 લાખની મત્તા કાઢી લીધી હતી. જેથી વેપારીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આણંદ જિલ્લાના આંકલાવ રોડ પર આવેલી જલારામનગર સોસાયટીમાં રહેતા અનિલકુમાર સંતરામદાસ મહેશ્વરી ફરીયાદ નોંધાવી હતી કે હુ આસોદર ચોકડી ઉપર છેલ્લા પંદરેક વર્ષથી ચામુંડા પ્રોવિઝન સ્ટોર નામની અનાજ કરીયાણાની દુકાન ચલાવુ છુ. ગત 4 ડિસેમ્બરના રોજ વડગામ ખાતે મારા કાકા નામે વિક્રમભાઈના દિકરાનો લગ્ન પ્રસંગનું રિસેપ્શન 5 ડિસેમ્બરના રોજ હતું .જેથી તેમા હાજરી આપવા માટે ગયો હતો ત્યારબાદ રિસેપ્શન પતાવી વડગામથી રાતના અગિયારેક વાગ્યાના સુમારે બસમા બેસી ગીતામંદીર આવ્યો હતો. ત્યાંથી થરાદ-વડોદરા બસમા છેલ્લી સીટમા બારી પાસે વાસદની ટીકીટ લીધી હતી તે દરમીયાન એક પેસેંજર મારી બાજુમા આવી બેઠો હતો. બસમાં પેસેંજરે મને વેફર તેમજ બીસ્કીટ અને તથા પાણીની પીવા માટે અવાર નવર ઓફર કરતો હતો. પરંતુ મેં તેઓને ના પાડી હતી અને ત્યારબાદ મારા હાથમાં હાથ મારતા મોબાઈલ નીચે પડી ગયો હતો. જેથી હુ નીચે નમી મોબાઈલ લેવા જતો હતો તે દરમીયાન તેણે મારા મોઢા પાસે તેનો હાથ રાખી કઈક સુધાડતા હું બેભાન થઈ ગયો હતો. વડોદરા સેંટ્રલ એસ.ટી ડેપો ખાતે આવતા કંડક્ટરે જગાડતા હુ અર્ધબેભાન હાલતમાં નીચે ઉતર્યો હતો. બોકડા પર બેસી ગયો ગયો હતો. હું જ્યારે સંપુર્ણ ભાનમાં આવ્યો ત્યારે જે.જે હોસ્પીટલ કારેલીબાગ ખાતે દાખલ હતો. તે દરમીયાન મારા ગળામા પહેરેલા સોનાની ચેઈન રૂ.80,000 ની તથા વીંટી રૂ.20,000 તથા ખિસ્સામા મુકેલ રોકડ રૂ.35,000 મળ્યા ન હતા.