જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તાર ગેરકાયદે ઓઇલ અને દારૂના વ્યવસાયનો અડ્ડો બન્યો: 38 લાખ ના દારૂ સાથે ચારની અટકાયત કરતી સ્ટેટ વિજિલન્સ સેલ

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તાર ગેરકાયદે ઓઇલ અને દારૂના વ્યવસાયનો અડ્ડો બન્યો: 38 લાખ ના દારૂ સાથે ચારની અટકાયત કરતી સ્ટેટ વિજિલન્સ સેલ 1 - image


સ્ટેટ વિજિલન્સ એ બાપોદમાંથી ઝડપી પાડેલા દારૂના જથ્થા અંગે પીઆઇ સસ્પેન્ડ થયા હતા તેમ હવે જવાહર નગર પોલીસના પીઆઇ સસ્પેન્ડ થશે ખરા?

વડોદરા, તા. 13 જાન્યુઆરી 2024 શનિવાર

વડોદરા શહેર નજીક આવેલી રણોલી જીઆઇડીસી માં આવેલા રાઘવ એસ્ટેટ માંથી સ્ટેટ વિજિલન્સ સેલ એ દરોડો પાડી મહારાષ્ટ્ર પાર્સિંગ ના કન્ટેનરમાંથી 700 પેટી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા ૩૮ લાખ અને કન્ટેનર મળી રૂપિયા 50 લાખનો મુદ્દા માલ સાથે ચાર વ્યક્તિની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલી રણોલી જીઆઇડીસી માં આવેલા રાઘવ એસ્ટેટમાં સ્ટેટ વિજિલન્સ સેલ એ દરોડો પાડતા મહારાષ્ટ્ર પાર્સિંગના કન્ટેનર માંથી 700 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ દારૂનો જથ્થો મોકલનાર કોણ છે અને વડોદરા ના કયા બુટલેગર ને માલ આપવાનો હતો તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તાર ગેરકાયદે ઓઇલ અને દારૂના વ્યવસાયનો અડ્ડો બન્યો: 38 લાખ ના દારૂ સાથે ચારની અટકાયત કરતી સ્ટેટ વિજિલન્સ સેલ 2 - image

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 700 પેટી દારૂના જથ્થા સાથે ચાર વ્યક્તિની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે ત્યારે જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તાર ગેરકાયદે ઓઇલ તેમજ વિદેશી દારૂ ના જથ્થા ના વ્યવસાયનો અડ્ડો બની ગયો છે ત્યારે હવે જોવાનું રહે છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ ના અધિકારીઓએ દરોડો પાડી રૂપિયા 38 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તેની સામે પોલીસ કમિશનર શું પગલાં લે છે.

અત્રે યાદ આપવું જરૂરી છે કે, તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાપોદ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં જવાબદાર પોલીસી ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો હવે જવાહર નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવશે કે કેમ તે અંગે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.


Google NewsGoogle News