પોલીસ વાનમાં દારૂની મેહફીલ માણતા જમાદાર અને બે મિત્રો ઝડપાયા

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
પોલીસ વાનમાં દારૂની મેહફીલ માણતા જમાદાર અને બે મિત્રો ઝડપાયા 1 - image

image : Freepik

વડોદરા,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરાના એક જાગૃત નાગરિકને કારણે પોલીસ વાનમાં દારૂની મહેફીલ માણતા જમાદાર સહિત ત્રણ જણા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

જેપી રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગઈકાલે બપોરે કોન્સ્ટેબલ સાથે બાઈક પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઇન્ચાર્જ પીઆઇ એ તેઓને એક નાગરિકે મોકલેલા મેસેજ અંગે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

મેસેજમાં મુજમહુડા હનુમાનજી મંદિર પાસે એક પોલીસ વાનમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી આપવામાં આવી હતી. વાનના નંબરને આધારે તપાસ કરતા આ વાન જેપી રોડ સી ટીમ માટે ફાળવવામાં આવી હોવાની વિગતો જાણવા મળી હતી.

પોલીસે વાનને તરત જ પોલીસ સ્ટેશનને બોલાવી લીધી હતી અને અંદર બેઠેલા જમાદાર હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા તેમજ તેની સાથે માનવ પુરુષોત્તમ કહાર (ફતેપુરા,ભોઇવાડા) અને સાકીર કાદરભાઈ મણિયાર (આરીફ નગર, તાંદલજા) ની તપાસ કરતા ત્રણેય જણા પીધેલા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તેઓની સામે ગુનો નોધી કાર્યવાહી કરવામાં આવી હતી.


Google NewsGoogle News