પોલિકેબ કંપની પર આઇટીના દરોડાની કામગીરી ચાલુ રહી
વાયર અને કેબલના વ્યવસાયમાં મોટાપાયે બિનહિસાબી રોકડ વ્યવહાર થયો હોવાની બાતમી આઇટી વિભાગને મળી હતી
વડોદરાઆવકવેરા ખાતાએ ગઇકાલે હાલોલ સહિત દેશવ્યાપી પોલિકેબ ઇન્ડિયા લી. પર દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, આજે પણ દરોડાની કામગીરી ચાલુ રહી હતી.
આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ કંપનીના ૨૩ ઉત્પાદન સ્થળો, ૨૫ ગોડાઉન અને ૧૫ થી વધુ ઓફિસો તેમજ સિનિયર મેનેજમેન્ટની ઓફિસો અને રહેણાંક સ્થળોએ સપાટો બોલાવી તપાસ શરુ કરી હતી. પોલિકેબ કંપની ઇલેકટ્રિકલ્સ વાયરો અને કેબલો બનાવે છે.
આવકવેરાના વર્તુળોમાંથી જાણવા મલ્યા મુજબ ઇલેકટ્રિક વાયર અને કેબલના વ્યવસાયમાં બિન હિસાબી, રોકડ વ્યવહાર મોટાપાયે થયા હોવાની બાતમીના આધારે કંપનીના ૫૦ થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
મુંબઇ, પૂના, દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઇ, સુરત, વડોદરા, હાલોલ, સિકન્દરાબાદ અને કોલકાતા ખાતે ગઇ મોડી રાત સુધી ચાલી હતી અને આજે પણ કામગીરી હાથ ધરાઇ હતી. જોકે આ કંપની દ્વારા માર્ચ -૨૦૩ના અંતે ખોટ દર્શાવી હતી, પરંતુ સપ્ટેમ્બર ૨૦૨૩માં ૫૯ ટકા નળો વધ્યો હોવાની બાતમી પણ આવકવેરા ખાતાને પ્રાપ્ત થઇ હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિળનાડુ અને દમણમાં મેન્યુફેકચરિંગની સુવિધા આ કંપની ધરાવે છે.